NIFTY 9,837.40 -66.75  |  SENSEX 31,524.68 +-270.78  |  USD 64.1375 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Video : એવું તે શું થયું કે ‘બાહુબલિ’ બનાવનાર રાજામૌલીએ જાહેરમાં જોડવા પડ્યા હાથ

Video : એવું તે શું થયું કે ‘બાહુબલિ’ બનાવનાર રાજામૌલીએ જાહેરમાં જોડવા પડ્યા હાથ

 | 6:18 pm IST

હાલમાં ‘બાહુબલી ૨’ના ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીએ એક ખાસ વિડિયો ટ્વિટ કરીને કર્ણાટકના લોકોને હાથ જોડીને વિનંતી કરી છે કે એક્ટર સત્યરાજે નવ વર્ષ પહેલાં કરેલી કમેન્ટને લઈને તેમની ફિલ્મને ટાર્ગેટ કરવામાં ન આવવી જોઈએ.

સત્યરાજે ‘બાહુબલી’ અને ‘બાહુબલી ૨’માં કટપ્પાનું પાત્ર ભજવ્યું છે. કર્ણાટકમાં કાવેરી જળ વિવાદના મુદ્દે કરવામાં આવેલી સત્યરાજની કમેન્ટ્સને લઈને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મ ૨૮ એપ્રિલે રિલીઝ થઈ રહી છે અને સત્યરાજ જો ત્યાં સુધીમાં માફી નહીં માગે તો તેમણે બંધનું એલાન કર્યું છે. આ કમેન્ટ બાદ સત્યરાજની લગભગ ૩૦ ફિલ્મો કર્ણાટકમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ‘બાહુબલી’નો પણ સમાવેશ થાય છે. જો પહેલી ફિલ્મ રિલીઝ કરવામાં આવી હોય તો બીજા ભાગને રિલીઝ કરવામાં આપત્તિ કેમ એવો સવાલ ફિલ્મમેકર્સ કરી રહ્યા છે.

આ વિશે રાજામૌલીએ એક વિડિયો મેસેજ શેર કરતાં કહ્યું હતું કે ‘સત્યરાજ સર આ ફિલ્મના પ્રોડ્યુસર કે ડિરેક્ટર નથી. આ ફિલ્મમાં કામ કરનાર ઘણાબધા આર્ટિસ્ટોમાંના તેઓ એક છે. જે પ્રમાણે પ્લાનિંગ કરવામાં આવ્યું છે એ પ્રમાણે ફિલ્મ કર્ણાટકમાં રિલીઝ ન થઈ તો તેમને કોઈ નુકસાન નથી થવાનું. તેમણે નવ વર્ષ પહેલાં કરેલી કમેન્ટને પગલે આ ફિલ્મને ટાર્ગેટ કરવું એ યોગ્ય નથી. મેં સત્યરાજ સર સાથે આ વિશે ચર્ચા કરી છે. આ વિવાદ પર હું વધુ કંઈ કહી શકું એમ નથી. હું લોકોને વિનંતી કરું છું કે અમારી ફિલ્મને આ કન્ટ્રોવર્સીથી દૂર રાખો.’

ફિલ્મ બાહુબલીમાં કટપ્પાના કિરદારને ન્યાય આપનાર અભિનેતા સત્યરાજે નવ વર્ષ પહેલાં કાવેરી જળ વિવાદ પર આપેલા નિવેદન બાદ અત્યારે માફી માગી લીધી છે. સત્યરાજે માફી માગી આ વિવાદનો કાયમી અંત લાવી ફિલ્મ બાહુબલીના બીજા ભાગને કર્ણાટકમાં રિલીઝ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. સત્યરાજે કાવેરી વિવાદ મામલે હવે માફી માગી લેતાં કર્ણાટકવાસીઓ હવે ફિલ્મ બાહુબલીના બીજા ભાગને કર્ણાટક રાજ્યમાં નિર્વિઘ્ને રિલીઝ કરવા દેશે એવો વિશ્વાસ દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીએ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે સત્યરાજે વર્ષ ૨૦૦૮માં કાવેરી જળ મુદ્દે એક નિવેદન આપ્યું હતું અને કર્ણાટકથી પાણી માગવાની વાતને ટેકો આપ્યો હતો. આ જ મુદ્દે કર્ણાટકવાસીઓ સત્યરાજથી નારાજ થયા હતા.