રજનીકાંત, હિમાલયની ગોદમાં, શાંતિની શોધમાં - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8800 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રજનીકાંત, હિમાલયની ગોદમાં, શાંતિની શોધમાં

રજનીકાંત, હિમાલયની ગોદમાં, શાંતિની શોધમાં

 | 4:28 pm IST


સુપરસ્ટાર રજનીકાંત આધ્યાત્મિક યાત્રાએ હિમાચલ પ્રદેશ પહોંચી ગયા છે. રવિવારે સવારે હિમાયલ પ્રદેશના પાલમપુર પહોંચી રજનીકાંતે કહ્યું કે તેઓ હાલમાં રાજકારણની વાત નહીં કરે. તેઓ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન પ્રેમકુમાર ધુમને પણ મળ્યા હતાં. ઉપરાંત બેજનાથના ઐતિહાસિક શિવ મંદિરે જઈ પ્રણામ કર્યા હતાં.

પાલમપુર પછી પહોંચતા અગાઉ તેઓ સિમલા પધાર્યા હતાં. હવે તેઓ ઋષિકેશ પણ જનાર છે. રજનીકાંત તેમના આધ્યાત્મિક ગુરુ યોગીરાજ અમર જ્યોતિ મહારાજને પણ મળ્યા હતાં અને તેમના આશિર્વાદ લીધા હતાં.

રજનીકાંત નિયમિતપણે આધ્યાત્મિક યાત્રાએ જાય છે. તેમણે 31 ડિસેમ્બરે રાજકારણમાં ઝંપલાવવાની તથા તમિલનાડુ વિધાનસભાની બધી જ 234 બેઠકો માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.