Rajapaksa Governance back in Sri Lanka at the helm can India check China Presence in Indian Ocean
  • Home
  • Featured
  • શ્રીલંકાના રાષ્ટ્રપતિને સાધવાની ફિરાકમાં કેમ મોદી? હિંદ મહાસાગરને લઈ આ છે ‘પ્લાન’

શ્રીલંકાના રાષ્ટ્રપતિને સાધવાની ફિરાકમાં કેમ મોદી? હિંદ મહાસાગરને લઈ આ છે ‘પ્લાન’

 | 10:39 pm IST

શ્રીલંકામાં ગોટબાયા રાજપક્ષે નવા રાષ્ટ્રપતિ બન્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સૌથી પહેલા તેમણે ફોન કરીને અભિનંદન આપ્યા હતાં. આમ કરવા પાછળ જિનપિંગએ સારી રીતે જાણતા હતાં કે, ગોટાવાયા રાષ્ટ્ર્રપતિ બન્યા બાદ બેજિંગ સાથે મિત્રતા ભર્યો વ્યવહાર રાખનારા તેમના મોટા ભાઈ મહિંદા રાજપક્ષેના હાથમાં જ સરકારનું સ્ટિયરિંગ રહેશે. પરંતુ ચીનના રાષ્ટ્રપતિ કોલ કરે તે પહેલા જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાજી મારી લીધી હતી.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર ગોટબાયા રાજપક્ષેએ સત્તારૂઢ પાર્ટીના ઉમેદવાર સજીત પ્રેસદાસને મોટા અંતરથી હરાવીને જીત મેળવી હતી. સિરિસેના-વિક્રમસિંહ સરકાર એશિયાઈ દેશો અને ચીન સમર્થક ઝુકાવ ધરાવતા દેશો સાથ સંતુલિત સંબંધો બનાવવાનો પ્રયાસ કરતા હતાં. જ્યારે મહિંદા રાજપક્ષે અને ગોટબાયા બંને ભારતના બદલે ચીનના સમર્થક છે. સિરિસેના અને વિક્રમસિંહ સરકારના ભારતના સમર્થનના પ્રયાસો દરમિયાન તત્કાલીન મહિંદા રાજપક્ષેએ આ સંતુલન બનાડવાના પ્રયાસ કર્યા હતાં. ચીને મહિંદા રાજપક્ષેને ચૂંટણી કેમ્પેઈનમાં આર્થિક મદદ પણ કરી હતી. જેથી એક વાત સ્પષ્ટ છે કે, શ્રીલંકાનો ઝુકાવ ચીન તરફ જ હશે. જે ભારત માટે ચિંતાનો વિષય છે. 

મહિંદા રાજપક્ષેના ચૂંટણી કેમ્પેઈનમાં ચીને કર્યું હતું ફંડિંગ

ચીને મહિંદા રાજપક્ષેના કાર્યકાળમાં યોજાયેલી ચૂંટણીમાં ફંડિંગ કર્યું હતું, શ્રીલંકાને તે લોન ચુકવી શક્યું નહોતુ. બદલામાં શ્રીલંકાએ ચીનને હંબનટોટા પોર્ટ 99 વર્ષની લીઝ પર આપવી પડ્યું હતું. જોકે શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે જ્યારે પણ પોતાના સહયોગી દેશ ચીનને લોન અને મહત્વાકાંક્ષી બંદર પરિયોજના હંબનટોટા માટે આર્થિક મદદ માંગી તો ચીને ક્યારેય ઈનકાર કર્યો નહોતો. પરંતુ રાજપક્ષે કાર્યકાલમાં શ્રીલંકાનું દેવુ વધતુ જ ગયું.  

ભારત માટે કેમ ચિંતા?

ભારત અનેકવાર શ્રીલંકા પર ચીનના વધી રહેલા દેવાને લઈને ચિંતા વ્યક્ત કરી ચુક્યું છે. શિવ નાડર યૂનિવર્સિતીના ડિપાર્ટેમેંટ ઓફ ઈંટરનેશનલ રિલેશંસ એન્ડ ગવર્નેંસ સાથે સંકળાયેલા જબિન જૈકબના જણાવ્યા પ્રમાણે પાડોશી દેશ શ્રીલંકાના વધતા જતા દેવાને લઈને ભારતને ચિંતા હોય જ તે સ્વાભાવિક છે. આ પાડોશી દેશમાં આર્થિક અસ્થિરતા કેવી પણ હોય, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે ભારત પર તેની અસર જરૂર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન