Rajashtan: Elder Brother and Younger Brother over Mobile data
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સનસનીખેજ કિસ્સોઃ નાના ભાઈએ ખતમ કરી દીધો મોબાઈલ ડેટા, મોટા ભાઈએ ચપ્પાનાં અનેક ઘાં ઝીંકી પતાવી દીધો

સનસનીખેજ કિસ્સોઃ નાના ભાઈએ ખતમ કરી દીધો મોબાઈલ ડેટા, મોટા ભાઈએ ચપ્પાનાં અનેક ઘાં ઝીંકી પતાવી દીધો

 | 4:55 pm IST

રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (Jodhpur)માં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં બે ભાઇઓ વચ્ચે મોબાઇલ ડેટા (Mobile Data)ને લઈ ઝઘડો થયો હતો. જેના કારણે રોષે ભરાયેલાં મોટા ભાઈએ નાના ભાઈને ધાબા પર લઇ જઇ તેની ઉપર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. અને તેના શરીર પર ચપ્પાનાં અનેક પ્રહાર કર્યા હતા. ભાઈના આ જીવલેણ હુમલામાં નાનો ભાઈ લોહીનાં ખાબોચિયામાં ફસડાઈ પડ્યો હતો. જે બાદ પરિવાર તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. પણ અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મોબાઈલ ડેટા ખતમ કરી દેતાં ગુસ્સે ભરાયો હતો ભાઈ

પોલીસના જણાવ્યા મુજબ જોધપુરમાં રહેતા રાય અને મોટા ભાઈ રમણ વચ્ચે મોબાઈલ ડેટા અંગે વિવાદ થયો હતો. રાયે મોબાઈલમાં દિવસનો ઇન્ટરનેટ ડેટા પૂરો કર્યો હતો. આ પછી આરોપી મોટો ભાઈ રાયને ઘરની છત પર લઈ ગયો હતો અને તેના પર છરીથી હુમલો કરી દીધો હતો. માહિતી મળ્યા બાદ મહામંદિર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેને પરિવારના સભ્યો સાથે હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

રેલ્વે સ્ટેશનથી ધરપકડ
રાયના મોત બાદ પોલીસે લાશને પોતાના કબજામાં લીધી હતી અને પોસ્ટમોર્ટમ માટે રાખી હતી. આ દરમિયાન આરોપી રમણ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જેને પોલીસે રેલવે સ્ટેશનથી જ પકડી પાડ્યો હતો. આરોપીની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે રાયે મોબાઈલનો ડેટા પૂરો કર્યો હતો. અને મોકો મળતાં જ છત પર પહોંચીને રાય પર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો અને રેલ્વે સ્ટેશન ભાગી આવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે 23 વર્ષીય આરોપી રમન ટેનિસ કોચિંગ આપે છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાર્યવાહી ચાલુ છે. બંને ભાઈઓ સિવાય ઘરમાં ત્રણ બહેનો છે. આખી ઘટનાથી પરિવારજનોમાં ભારે આઘાત છે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન