rajasthan 11 student covid positive jaipur school close
  • Home
  • India
  • કોરોનાની ત્રીજી લહેરના ભણકારાઃ એક જ શાળાના 11 બાળકો પોઝિટિવ

કોરોનાની ત્રીજી લહેરના ભણકારાઃ એક જ શાળાના 11 બાળકો પોઝિટિવ

 | 3:50 pm IST
  • Share

  • જયપુરની જયશ્રી પેડીવાલ શાળામાં કોરોનાએ ઉંચક્યું માથું

  • શાળાના 11 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા

  • તંત્રએ શાળા બંધ કરવાના આદેશ આપ્યા

 

રાજસ્થાનની જયપુરના જયશ્રી પેડીવાલ શાળાના 11 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એક જ શાળાના અનેક બાળકો સંક્રમિત હોવાથી તંત્ર ચિંતામાં છે. હાલમાં તંત્રએ શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ આગળની યોજનાની વાત પણ કરી છે.

 

જયપુરની એક જ શાળાના 11 બાળકો પોઝિટિવ

મંગળવારે જયક્ષી પેડીવાલ શાળાના 11 બાળકોને કોરોના આવતા હાહાકાર મચ્યો છે. સ્કૂલે આ વાતની જાણકારી આપી છે અને સાથે તેને બંધ કરી દેવાની વાત પણ કરી છે. હાલમાં શાળાના બાળકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. રવિવારે તેલંગાણાના ખમ્મમ જિલ્લાના સરકારી રેસિડેન્શિયલ શાળાના 28 બાળકોને કોરોના થયો હતો. તે તમામ પોઝિટિવ આવ્યા હતા.

તેલંગાણાની શાળામાં મળ્યા હતા 28 બાળકો પોઝિટિવ

અહીંના સ્વાસ્થ્ય મંત્રી ટી. હરીશ રાવે જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓને ફોન કર્યો અને સાથે સંક્રમિત વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સ્થિતિની જાણકારી લીધી, તેઓએ અધિકારીઓને પણ કડક આદેશ આપ્યા હતા કે વાયરસના ફેલાવવાને તરત રોકવામાં આવે. હજુ સુધી ત્રીજી લહેરની દસ્તક જોવા મળી નથી પણ બાળકો પોઝિટિવ આવવાના કારણે લોકોને માટે મુશ્કેલી આવી રહી છે.

જીવન પરત ફરી રહ્યું છે અને બેદરકારી વધી રહી છે

એક તરફ બાળકો કોરોનાનો શિકાર બની રહ્યા છે તો અન્ય તરફ લોકોને આ મહામારીને લઈને ડર પણ ખતમ થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે મોટા પાયે લગ્ન પણ યોજાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો લગ્નમાં જઈ રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગની ચિંતા દૂર થઈ રહી છે અને માસ્ક પણ મોઢાની નીચે આવી ગયા છે. હાલમાં આવેલા એક રિપોર્ટે કહ્યું કે 10માંથી 6 લોકોએ કોઈને કોઈ લગ્ન એટેન્ડ કર્યા છે અને કોરોનાનો ખતરો 76 ટકા ઘટ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો