રાજસ્થાન: આ સગીરાનું એવું ઓપરેશન કરાયું, જેના અંગે જાણીને તમે થઇ જશો દંગ - Sandesh
  • Home
  • India
  • રાજસ્થાન: આ સગીરાનું એવું ઓપરેશન કરાયું, જેના અંગે જાણીને તમે થઇ જશો દંગ

રાજસ્થાન: આ સગીરાનું એવું ઓપરેશન કરાયું, જેના અંગે જાણીને તમે થઇ જશો દંગ

 | 5:36 pm IST

રાજસ્થાનની રાજધાની જયપુરમાં ડોક્ટરોનીએ યોનિ વગર જન્મેલી સગીરાનું પર ઓપરેશન કર્યું હતું. વિચિત્ર એવા આ કેસમાં ડૉક્ટરોએ સગીરાની યોનિ બનાવવા માટે સર્જરી કરી હતી.

સગીરાની ઉંમર 17 વર્ષ છે. આ સગીરાને માસિક ના આવવાની સમસ્યાના કારણે પરિજનો હોસ્પિટલ પહોંચ્યાં હતાં.

સવાઈ માન સિંહ હોસ્પિટલમાં સ્ત્રી રોગના નિષ્ણાંત અને સીનિયર પ્રોફેસર ઓબી નાગરે જણાવ્યું હતું કે, સગીરાનું સ્વાસ્થ્ય સારૂ છે અને તેને બીજી કોઈ જ બિમારી નથી. 17 વર્ષિય સગીરાને માસીક નહોતા આવતા. તપાસ કરતા અમને જાણવા મળ્યું હતું કે, સગીરાની યોનિ અને ગર્ભાશય બંને હતા જ નહીં. જોકે તેનું અંડાશય એકદમ સ્વસ્થ્ય હતાં. આ સ્થિતિને જન માર્ગમાં જન્મજાત ખામી (congenital malformation of genital tract) તરીકે ઓળખવામાં આવે છે.

પ્રાકૃતિક રીતે ગર્ભધારણ નહીં કરી શકે

ડૉક્ટરે જણાવ્યું હતું કે, અમે સગીરાની કૃત્રિમ યોનિ બનાવવા માટે લેપ્રોસ્કોપી સર્જરી કરી. આ અગાઉ પણ કોઈ પણ પ્રકારની સર્જરી માટે જાંઘની ચામડી કે ટિશ્યૂનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આ કેસમાં ઓપરેશન બાદ વાળ ઉગી આવવાની શક્યતા હતી જે ભવિષ્યમાં ખુબ જ હાનિકારક સાબિત થઈ શકત. ઈન્ફેક્શન લાગવાની શક્યતાઓ પણ વધી જાય તેમ હતી.

ડૉક્ટર નાગરે વધુમાં ઉમેર્યું હતું કે, સગીરાની સ્થિતિ સારી છે અને તેને ટૂંક સમયમાં જ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે લગ્ન બાદ સગીરા પ્રાકૃતિક રૂપે ગર્ભધારન નહીં કરી શકે. કારણ કે, તેના અંડાશય તો છે, પરંતુ યોનિ નથી, માટે તે હવે સરોગેસેની પ્રક્રિયાથી જ બાળક પેદા કરી શકશે.