NIFTY 10,194.75 -30.20  |  SENSEX 32,957.34 +-76.22  |  USD 65.4900 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ‘પદ્માવતી’ વિવાદ પર કૉંગ્રેસના નેતા કૂદી પડ્યા, કહ્યું કે રાજસ્થાની મહિલાઓના…

‘પદ્માવતી’ વિવાદ પર કૉંગ્રેસના નેતા કૂદી પડ્યા, કહ્યું કે રાજસ્થાની મહિલાઓના…

 | 12:02 pm IST

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની આલોચના કરનારા લોકો પર નિશાન સાંધતા કૉંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું કે ફિલ્મ પર વિવાદ રાજસ્થાની મહિલાઓની સ્થિતિ પર ધ્યાન આપવાની તક છે અને શિક્ષણ ‘ઘૂંઘટ’ કે માથા પર પડદાથી વધુ અગત્યનું છે. થરૂરે ટ્વીટ કરીને કહ્યું કે પદ્માવતી વિવાદ આજે રાજસ્થાનની મહિલાઓની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક તક છે, નહીં કે છ સદી જૂની મહારાણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની. રાજસ્થાનની મહિલા સાક્ષરતા દર સૌથી ઓછો છે. શિક્ષણ ‘ઘૂંઘટ’થી વધુ જરૂરી છે.

‘પદ્માવતી’ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મના વિષયના લીધે કેટલાંક ગ્રૂપ તેનો વિરોધ કરી રહ્યાં છે. ખાસ કરીને રાજપૂત સમાજ દાવો કરી રહ્યું છે કે ફિલ્મ ઇતિહાસને બગાડી રહી છે અને રાણી પદ્માવતીને ખોટી રીતે ચિત્રણ કરવામાં આવી રહ્યાં છે. જ્યારે ભણસાલીએ આ બાબતનો ઇન્કાર કર્યો છે. ગૃહમંત્રી રાજનાથ સિંહએ એક પત્રમાં કેન્દ્રીય બોર્ડ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) સલાહકાર સમિતિના સભ્ય અને ભાજપા નેતા અર્જુન ગુપ્તાએ કહ્યું કે ભણસાલીને ‘દેશદ્રોહ’ માટે દંડિત કરવા જોઇએ.

જો કે સુપ્રીમ કોર્ટે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી છે.