લવ જેહાદ: યુવકને બેરહમેથી ફટકારી જીવતો સળગાવતા Video પર વિવાદ - Sandesh
  • Home
  • India
  • લવ જેહાદ: યુવકને બેરહમેથી ફટકારી જીવતો સળગાવતા Video પર વિવાદ

લવ જેહાદ: યુવકને બેરહમેથી ફટકારી જીવતો સળગાવતા Video પર વિવાદ

 | 10:22 am IST

રાજસ્થાનના રાજસમંદમાં કથિત લવ જેહાદના નામ પર એક યુવકની હત્યા કરી તેના મૃતદેહને સળગાવાના કેસે આગ પકડી લીધી છે. પ્રદેશના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ કહ્યું છે કે આ કેસની તપાસ હવે એસઆઇટી કરશે. ત્યાં પોલીસે આરોપી શંભુલાલની ધરપકડ કરી લીધી છે. તણાવને જોતા રાજસમંદમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે.

રાજસમંદમાં એક હોટલની પાસે એક વાયરલ વીડિયોમાં 45 વર્ષના શંભુનાથ એક યુવકની હત્યા કરીને તેના મૃતદહેને સળગાવતા દેખાય છે. વીડિયો ક્લિપમાં શંભુલાલ ધમકી આપતા કહે છે કે જો લવ જેહાદ ખત્મ નહીં થાય તો દરેક ભારતીયને આ પ્કારની ભયાનક સ્થિતિનો સામનો કરવો પડશે.

કટારિયાએ કહ્યું કે આ ઘટના હચમચાવતી છે. ભલા કોઇ કેવી રીતે કોઇની હત્યા કરીને તેનો વીડિયો બનાવી શકે છે? આરોપીની ધરપકડ કરી લેવાઇ છે અને તેની તપાસ એસઆઇટી કરશે.

બીજીબાજુ રાજસ્થાન કૉંગ્રેસની પ્રવક્તા અર્ચના શર્માએ આ ઘટના માટે વસુંધરા સરકારની ટીકા કરી છે. મીડિયા સાથે વાતચીતમાં કૉંગ્રેસ નેતા કહે છે કે સરકારની બેદરકારીથી જ આવી દર્દનાક ઘટનાને કેટલાંક લોકો અંજામ આપે છે. આ ખૂબ જ દુખદ ઘટના છે. સરકારને ઝડપથી આ કેસની તપાસ કરવી જોઇએ.

રાજસ્થાન પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે જે વ્યક્તિની હત્યા કરાઈ તેના મૃતદેહનો સળગાવતા વીડિયોમાં દેખાય છે. રાજસમંદ અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાબળ તૈનાત કરી દીધું છે.

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપી એક મજૂરની કુહાડીથી કાપીને હત્યા કરી દે છે અને પછી મૃતદેહને સળગાવી દે છે. આગ લગાવ્યા બાદ ધમકી આપતા કહે છે કે જો લવ જેહાદ ખત્મ નહીં થાય તો દરેક ભારતીયને આ પ્રકારની ભયાનક સ્થિતિનો સામનો કરવો પડશે.

આ વીડિયોમાં એક સ્કૂટી અને બાઇક પણ દેખાય છે. જે રીતે વીડિોય શૂટ કરાયો છે તેનાથી સ્પષ્ટ દેખાય છે કે કોઇ ત્રીજી વ્યક્તિ પણ ત્યાં હાજર હતી.