રાજસ્થાનમાં હવે સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ઘોડો વિનમાં - Sandesh
  • Home
  • Ahmedabad
  • રાજસ્થાનમાં હવે સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ઘોડો વિનમાં

રાજસ્થાનમાં હવે સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ઘોડો વિનમાં

 | 1:15 am IST

જયપુર :

રાજસ્થાનમાં હાલમાં જ બે લોકસભા બેઠકો અને એક વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં શાનદાર વિજય મેળવ્યા બાદ કોંગ્રેસે પંચાયકી રાજની પેટા ચૂંટણીમાં પણ ભાજપને મોટો આંચકો આપ્યો છે.પંચાયતી રાજની ૩૩ બેઠકોની પેટા ચૂંટણીમાંથી કોંગ્રેસે ૨૦ બેઠકો પર વિજય મેળવ્યો હતો. યાદ રહે કે આ જ વર્ષે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. કોંગ્રેસે ૬ જિલ્લા પરિષદની બેઠકોમાંથી ૪, પંચાયત સમિતિની ૨૦ બેઠકોમાંથી ૧૨ અને નગર પાલિકાની ૬ બેઠકોમાંથી ૪ બેઠકો પર વિજય મેળવ્યો છે. આ રીતે કોંગ્રેસ પેટા ચૂંટણીમાં પોતાની બેઠકોની સંખ્યા બમણી કરવામાં સફળ રહી છે અને તેની પાસે ૧૦ બેઠકો હતી, જે હવે વધીને ૨૦ થઇ છે. ભાજપ પાસે ૧૮ બેઠકો હતી, તે હવે ૧૧ બેઠકો પર સીમીત થઇ ગઇ છે.

પ્રજાનો આભાર માનતા સચિન પાયલોટ

સચીન પાયલોટે ટ્વિટ કરી સ્થાનિક પેટા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, પંચાયતી રાજ અને સ્થાનિક પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા જનસમર્થન માટે રાજ્યની પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલાંનો વિજય કોંગ્રેસમાં જાન ફૂંકી શકશે ?

યાદ રહે કે આ જ વર્ષના અંત સુધીમાં રાજસ્થાન વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે, તે પહેલાં યોજાયેલી આ પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસને સારી સફળતા મળી છે, તેથી તેનોઆત્મવિશ્વાસ વધવા સાથે આગામી ચૂંટણીમાં તેની અસર પડશે.

;