rajasthan peacocks cause traffic jam during coronavirus
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પોલીસે જે મોર બોલાવ્યાં એ નહીં, આ મોરની ટ્રાફિક જોઈ ચોંકી જશો! જુઓ ક્યારેય ન જોયેલો નજારો

પોલીસે જે મોર બોલાવ્યાં એ નહીં, આ મોરની ટ્રાફિક જોઈ ચોંકી જશો! જુઓ ક્યારેય ન જોયેલો નજારો

 | 3:42 pm IST

કોરોના વાયરસને લઈ ભારતમાં 31 મે સુધી લોકડાઉન લંબાવામાં આવ્યું છે અને સાથે સાથે જ થોડી છૂટછાટ પણ આપવામાં આવી છે કે જેથી કરીને અર્થતંત્રને ટેકો થાય. આ બધાની વચ્ચે પ્રકૃતિ પણ એટલી જ મસ્ત રીતે ખીલી છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોરનો એક વીડિયો સામે આવ્યો છે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પક્ષીઓ આ વાતાવરણમાં કેટલા ખુશ છે.

મોરના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર આવે છે અને તેને જોઈને મોર રસ્તો ખાલી કરવાનું શરૂ કરે છે. તે જ સમયે એક મોર પાંખો ઉંચી કરીને નાચતો જોવા મળ્યો હતો. લોકો આ વીડિયો ખૂબ આનંદ સાથે જોઈ રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે પ્રવીણ કાસવાને લખ્યું કે, નેશનલ બર્ડ દ્વારા અમેઝિંગ ટ્રાફિક જામ’. આ વીડિયોને રાજસ્થાનનો ગણાવવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન