Rajasthan Politics : BJP No Confidence Motion in Assembly against Ashok Gehlot Government
  • Home
  • Featured
  • BJPએ છેલ્લી ઘડીએ રાજકીય સોગઠી મારતા ગેહલોત સરકાર-કોંગ્રેસ હાઈકમાંડના શ્વાસ અદ્ધર

BJPએ છેલ્લી ઘડીએ રાજકીય સોગઠી મારતા ગેહલોત સરકાર-કોંગ્રેસ હાઈકમાંડના શ્વાસ અદ્ધર

 | 3:54 pm IST

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ફરી એકવાર ગરમાવવા લાગ્યું છે. આવતી કાલથી વિધાનસભા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જ ભારતીય જનતા પાર્ટીએ રાજકીય સોગઠી મારતા ગેહલોત સરકારના માથે ફરી સંકટના વાદળ છવાયા છે. આજે ભાજપની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો.

ભાજપના દાવાથી ગેહલોત સરકારના શ્વાસ અદ્ધર

વિધાનસભામાં ભાજપના નતી ગુલાબચંદ કટારિયાએ કહ્યું છે કે, કોંગ્રેસ પોતાના ઘરમાં કપડાને ટાંકા મારીને જોડી રાખવા માંગે છે પણ કપડુ ફાટી ગયું છે. આ સરકાર ટુંક સમયમાં જ પડી ભાંગશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું હતું કે, આ સરકાર પોતાના વિરોધાભાસના ભારે જ પડી ભાંગશે. ભાજપ પર સરકાર પાડવાના આરોપ પાયાવિહોણા છે. કોંગ્રેસના આંતરીક વિવાદ સાથે ભાજપને કોઈ જ લેવાદેવા નથી.

રાજ્યપાલના આદેશ બાદ 14 ઓગષ્ટે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને આજે જયપુર ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ શામેલ થયા હતાં. જ્યારે કેન્દ્રીય નેતૃત્વ તરફથી પ્રતિનિધિએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ભાજપ તરફથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે, તે ગેહલોત સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરશે. ગેહલોત સરકારે બહુમત સાબિત કરવો જ પડશે.

કોંગ્રેસ માટે મુશ્કેલ સાબિત થશે બહુમત સાબિત કરવો? 

બળવાખોર સચિન પાયલટ લગભગ એકાદ મહિનાના રાજકીય ડ્રામા બાદ તરી એકવાર કોંગ્રેસમાં પાછા ફર્યા છે. પાયલટ અને ગેહલોત વચ્ચે પહેલાથી જ ઓલવેલ નથી ત્યાં પાયલટની ઘર વાપસીથી ગેહલોત જુથના અનેક ધારાસભ્યો ભારે નારાજ ચાલી રહ્યાં છે. બરાબર તેવા જ સમયે ભાજપે અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરતા કોંગ્રેસ હાઈકમાન્ડના શ્વાસ અદ્ધર થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન