રાજેશ ખન્ના-નસિરુદ્દીન કોન્ટ્રોવર્સી પર અક્ષયે તોડ્યુ મૌન, પ્રથમવાર ખુલીને આવ્યો સામે - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાજેશ ખન્ના-નસિરુદ્દીન કોન્ટ્રોવર્સી પર અક્ષયે તોડ્યુ મૌન, પ્રથમવાર ખુલીને આવ્યો સામે

રાજેશ ખન્ના-નસિરુદ્દીન કોન્ટ્રોવર્સી પર અક્ષયે તોડ્યુ મૌન, પ્રથમવાર ખુલીને આવ્યો સામે

 | 9:54 am IST

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારનું કહેવુ  છે કે, નસિરુદ્દીન શાહે તેમના દિવંગત સસરા રાજેશ ખન્ના વિશે શું કહ્યું છે, તેના પર તે કોઇ ટિપ્પણી કરશે નહી. કારણ કે આ મામલામાં તેમણે પહેલા જ માફી માંગી લીધી છે.

તમને જણાવી દઇએ કે, કેટલાક દિવસો પહેલા દિવંગત અભિનેતા રાજેશ ખન્ના પર નસિરુદ્દીન દ્વારા ટિપ્પ્ણી કરવામાં આવી હતી. આ વિશે અક્ષયને એક ઇન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં અક્ષયે કહ્યું હતું કે, “આ મામલો સમાપ્ત થઇ ગયો છે. હવે બધુ જ સમાપ્ત થઇ ગયું છે. તેમણે (નસિરુદ્દીન)એ માફી માંગી લીઘી છે. આપણે આગળ વધવું જોઇએ”. અક્કીએ વધુમાં કહ્યુ, “આ મામલમાં હવે તમે મારાથી કંઇ જ બોલોવીને તમે (મિડિયા) લખી શકો તેમ નથી, કારણ કે તેમણે માફી માંગી લીધી છે”. જો કે અક્ષયે આ મામલાને વધારે તુલ ન આપવાનું કહ્યું હતું અને અક્કી અનુસાર, “ફિલ્મ જગતને એકસાથે ચાલવુ જોઇએ.. જ્યારે કોઇ માફી માંગે ત્યારે તેને આપણે એક સારા વ્યક્તિ તરીકે તે મામલાને ત્યાં જ સમાપ્ત કરી દેવો જોઇએ”.

નોંધનિય છે કે, થોડા દિવસો પહેલા નસિરુદ્દીન શાહે એક મુલાકાત દરમિયાન નિવેદન આપ્યુ હતું કે, ”૧૯૭૦ના દાયકામાં હિંદી ફિલ્મોમાં સાધારણ અને એવરેજ કવોલિટી આવી ગઈ હતી. આ સમયમાં રાજેશ ખન્નાએ અભિનેતા તરીકેની કારકિર્દી શરુ કરી હતી. રાજેશ ખન્ના સફળ હોવા છતાં તેઓ એક સીમિત કલાકાર હતા, તેઓ એક ખરાબ કલાકાર હતા”. નસિરુદ્દીનની આ ટિપ્પણથી રોષે ભરાયેલી રાજેશ ખન્નાની મોટી દિકરી ટ્વિંકલે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વિટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન