રજનીકાંત-અક્ષયની ફિલ્મ ૨.૦નું બજેટ ૫૪૩ કરોડ રૂપિયા પહોંચ્યું - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • રજનીકાંત-અક્ષયની ફિલ્મ ૨.૦નું બજેટ ૫૪૩ કરોડ રૂપિયા પહોંચ્યું

રજનીકાંત-અક્ષયની ફિલ્મ ૨.૦નું બજેટ ૫૪૩ કરોડ રૂપિયા પહોંચ્યું

 | 2:24 am IST

ફિલ્મ ૨.૦ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ બજેટવાળી ફિલ્મ હોવાનો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. ફિલ્મનું ટીઝર ૧૩ સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના રોજ રિલીઝ થઈ રહ્યું હોવાની જાહેરાત તો થઈ છે, પરંતુ શંકરના દિગ્દર્શનમાં બની રહેલી રોબોટ/ઇંધિરનની સિક્વલ છેલ્લાં બે વરસથી ચર્ચામાં છે. તાજા અહેવાલ મુજબ ફિલ્મમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના ફહ્લઠનો ઉપયોગ થઈ રહ્યો છે. અને માત્ર એના પર લગભગ ૭૫ મિલિયન ડોલરનો ખર્ચ કરાયો છે. જ્યારે ફિલ્મનું કુલ બજેટ ૫૪૩ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. હજુ દેશ-વિદેશમાં પ્રમોશન બાકી હોવાથી બજેટમાં ઓર વધારો થઈ શકે છે.