Rajinikanth Fans Celebrated Film Release of 2.0
  • Home
  • Featured
  • ઢોલ-નગારા સાથે ‘2.0’ ફિલ્મ જોવા પહોંચ્યા રજની ફેન્સ, ફટાકડા ફોડીને કરી ઉજવણી

ઢોલ-નગારા સાથે ‘2.0’ ફિલ્મ જોવા પહોંચ્યા રજની ફેન્સ, ફટાકડા ફોડીને કરી ઉજવણી

 | 11:54 am IST

સુપરસ્ટાર રજનીકાંત અને બોલીવુડનાં ‘ખેલાડી કુમાર’ અક્ષયની સૌથી વધુ ચર્ચાયલી ફિલ્મ ‘2.0’ સિનેમાઘરોમાં રીલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આ કારણે જ ફિલ્મ જ્યારે રીલીઝ થઈ તો લોકો ઢોલ-નગારા લઇને ફિલ્મ જોવા પહોંચ્યા હતા. લોકોએ ઢોલ-નગારા વડાગીને ડાન્સ કર્યો હતો. લોકોએ સિનેમાઘરની બહાર ફટાકડા ફોડ્યા હતા અને રજનીકાંત-અક્ષયની આ ફિલ્મનું જોરદાર સ્વાગત કર્યું હતુ.

સોશિયલ મીડિયા પર આનાં ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયો દ્વારા તમે જોઇ શકસો કે દર્શકો રજનીકાંતને કેટલો પ્રેમ કરે છે. 2.0 એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે. આ ફિલ્મને અત્યાર સુધીની ભારતીય ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું બજેટ અંદાજે 600 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ દેશભરમાં સાડા છ હજારથી વધારે સિનેમાઘરોમાં રીલીઝ થશે. ફિલ્મની સૌથી ખાસ વાત તો એ છે કે તેણે રીલીઝ પહેલા જ બજેટનાં 80 ટકા કમાણી કરી લીધી છે. તમિલની પ્રી બૂકિંગથી 490 કરોડની કમાણી કરી હતી.

600 કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મ રીલીઝ પહેલા જ 500 કરોડની કમાણી કરી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન