NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુપરસ્ટાર રાજનીતિમાં કરશે પ્રવેશ? અટકળોનો દોર શરૂ

સુપરસ્ટાર રાજનીતિમાં કરશે પ્રવેશ? અટકળોનો દોર શરૂ

 | 7:57 am IST

દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત શું હવે રાજનીતિમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. તામિલનાડુમાં લોકોના વારંવાર આ સવાલ થતો રહે છે કે રજનીકાંત રાજકારણમાં આવી રહ્યા છે ? જો કે એ સવાલનો જવાબ હવે મળતો હોય એવો ઇશારો કરતા તેમણે કહ્યું છે કે, આ સિસ્ટમ સડી ગઇ છે અને તેમાં ફેરફાર માટે મોટા સુધારાની જરૂર છે.

રજનીકાંતે વધુમાં કહ્યું છે કે, આપણી પાસે સ્ટાલિન, અંબુમણિ અને સીમન જેવા સારા નેતા છે. પરંતુ જ્યારે આખી સિસ્ટમ જ સડી ગઇ છે, ત્યારે આપણે શું કરીએ ? આ સિસ્ટમને બદલવાની જરૂર છે અને એ ફેરફાર લોકોના વિચાર સાથે શરૂ થવો જોઇએ, ત્યારે જ આપણો દેશ વિકસી શકે. તામિલ રાજનીતિના સ્ટાર જયલલિતાનું નિધન અને ડીએમકેના સુપ્રીમો કરુણાનિધિના નબળા સ્વાસ્થ્ય બાદ હવે રજનીકાંતના ચાહકોને વિશ્વાસ છે કે આ રાજકીય અવકાશને તેઓ જ પ્રભાવી રીતે પૂરી શકે છે. આ ચર્ચા રાજનીતિમાં સામેલ થવા અંગે રજનીકાંતના નિવેદનોથી શરૂ થઇ છે.

અગાઉ પણ અનેક વખત અટકળો ચાલી હતી !

જો કે અગાઉ પણ રજનીકાંતના રાજકારણ પ્રવેશ અંગે અટકળો થતી રહી છે. આ પહેલાં ૧૯૯૬માં પણ અટકળો ચાલતી હતી, ત્યારે તેમણે જાહેરમાં કહ્યું હતું કે લોકો જયલલિતાની તરફેણમાં મતદાન ન કરે. રજનીકાંતે એ વખતે કહ્યું હતું કે, જો એઆઇડીએમકે ફરીથી સત્તામાં આવશે, તો ભગવાન પણ તામિલનાડુને બચાવી શકશે નહીં. એ પછી ૨૦૦૨ની આવેલી ફિલ્મ બાબામાં રાજકીય શરૂઆતના સંકેત તેમણે ફરી આપ્યા હતા. ૨૦૧૪માં વડા પ્રધાન મોદીએ પણ ચેન્નઇના પ્રવાસ દરમ્યાન રજનીકાંત સાથે મુલાકાત કરી હતી, એ વખતે પણ આ અટકળ તેજ બની હતી.

1