રાજકોટમાંથી ઝડપાઇ 1.69 કરોડની જૂની ચલણી નોટો - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજકોટમાંથી ઝડપાઇ 1.69 કરોડની જૂની ચલણી નોટો

રાજકોટમાંથી ઝડપાઇ 1.69 કરોડની જૂની ચલણી નોટો

 | 4:28 pm IST

વર્ષ 2016નાં નવેમ્બર મહિનાની 8 તારીખ સૌ કોઈને યાદ હશે. આ 8 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ઐતિહાસિક નોટબંધીનું એલાન કર્યું હતું. 8 નવેમ્બરનાં રોજ 1 હજાર અને 500ની ચલણી નોટ બંધ કરવામાં આવી હતી. જો કે આ નોટબંધીને લગભગ સવા વર્ષ પૂર્ણ થયા બાદ પણ રાજકોટમાંથી રૂપિયા 1.69 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઇ છે.

નોંટબંધીનાં આટલા લાંબા સમય બાદ પણ રૂપિયા 500 અને 1000ની જૂની ચલણી નોટો મળતા SOG પણ ચોંકી ગઇ હતી. શાસ્ત્રી મેદાન પાસેથી આ મામલે SOGએ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જૂની નોટો ક્યાંથી લાવવામાં આવી હતી તેને લઇને વધુ તપાસ હાથ ધરાઇ છે.