Gambling raid, lawyers, 10 women including 26 arrested
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જુગારની મહેફિલ માણતી દસ મહિલા સહિત 26ની ધરપકડ

જુગારની મહેફિલ માણતી દસ મહિલા સહિત 26ની ધરપકડ

 | 9:33 pm IST

વરસાદી સિઝનમાં અને શ્રાવણ નજીક આવતા જુગાર રસિયાઓ પણ રંગમાં આવી જાય છે. રાજકોટ પોલીસે એડવોકેટની ઓફિસ સહિત ચાર સ્થળે જુગાર મહેફિલો પર દરોડા પાડી દસ મહિલા સમેત 26 પત્તાપ્રેમીને રૂપિયા 3,01,901ની માલમત્તા સાથે પકડી પાડયા હતા.

રજપુતપરા મેઈનરોડ પર ખોડિયાર ચેમ્બરમાં ઓફીસ નં.20માં એડવોકેટ ભાવેશ પ્રભુદાસ મકાણી રહે. દામજી મેપા પ્લોટ જુગાર મહેફિલ ચલાવતા હોવાની માહિતીના આધારે દરોડો પાડી ભાવેશ ઉપરાંત પત્તા ટીંચવા આવેલા હિરેન રસિકભાઈ મકવાણા, રાજેશ રમેશભાઈ ભટ્ટી, શૈલેષપરી પ્રભાતપરી ગોસ્વામી, રણજીત દેવાયતભાઈ દાસોટીયાની રૂપિયા 72200ની માલમત્તા સાથે એ ડિવીઝન પોલીસે ધરપકડ કરી હતી.

પુનીતનગર કર્મચારી સોસાયટીની બાજુમા સતનામ સોસાયટી-16માં ભીમસંગ ભોજાભાઈ આહિરના મકાનમાં જામેલી મહિલાઓની જુગાર મહેફીલ પરથી તાલુકા પોલીસે પત્તા ટીંચી રહેતા હીનાબહેન મયુરસિંહ જેઠવા, આરતીબા વજેસંગ રહેવર, દક્ષાબેન હિતેષ દવે, માધવીબેન રાજુ પરમાર, શાંતિબેન લખમણ ઓડેદરા, દિવ્યાબેન વિજય દેવડા, શોભનાબેન અનિલ નથવાણી, નયનાબેન વનરાજસિંહ સરવૈયા, સરોજબેહન વિજય સોનરાત, ખુશ્બુબેન અમિત દલવી તથા ઘરધણી ભીમસંગને રૂપિયા1,12010ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

વેલનાથ જડેશ્વર સોસાયટી પાસે ભડીયા વાડીમાંથી વિજય સવજી ઠુમ્મર, જયંતિ ભવાન ટીંબડીયા, રણજીત કાનજી વાઢેર, અરજણ ઉર્ફે અજીત દેવાયત હેરભા, સંજય દિનેશ મોદી, મોહન જગમાલ છૈયાને રૂપિયા 55,400ની રોકડ સાથે તેમજ કોઠારીયા બાયપાસ રીંગ રોડ અટીકા વિસ્તાર ખોડીયાર એસ્ટેટ કારખાનાની ઓરડીમાં જુગાર મહેફીલ જમાવીને બેઠેલા રાજેશ ગોરધન સખીયા, દિપક રમેશ રાદડીયા, રવજી માલા પરમાર, વિજય ભુરા માંગરોલીયા અને દિપક મનસુખ ચાવડાને રૂપિયા 55,300ની રોકડ સાથે ક્રાઈમબ્રાન્ચે પકડી પાડયા હતા.