Rajkot 28 Travelers in Rajasthan corrupted Diwali
  • Home
  • Featured
  • રાજકોટના 28 મુસાફરોની રાજસ્થાનમાં દિવાળી બગડી, સ્વખર્ચે ડીઝલ પુરાવી લીલા તોરણે પાછા ફરવું પડ્યું

રાજકોટના 28 મુસાફરોની રાજસ્થાનમાં દિવાળી બગડી, સ્વખર્ચે ડીઝલ પુરાવી લીલા તોરણે પાછા ફરવું પડ્યું

 | 7:55 am IST

સ્વખર્ચે બસમા ડીઝલ પૂરાવી પરત આવવુ પડયુ…

રાજકોટઃ શહેરમાં રહેતા ૨૮ જેટલા લોકો ગત તા.૨૮ના રોજ દિવાળીની રજા મનાવવા માટે રાજસ્થાનના પ્રવાસે શહેરના એક ટુર ઓપરેટર થકી બુકીંગ કરાવી બસમાં ગયા હતા પણ ટુર ઓપરેટરની લાપરવાહી કે ધુંબો મારવાની નીતિના કારણે જે ૨૮ લોકો ટુરમાં ગયા હતા તેમને સ્વખર્ચે બસમાં ડીઝલ અને અન્ય ખર્ચાઓ જે ટુર ઓપરેટરને શીરે હોય છે તે કરીને માંડ-માંડ રાજકોટ પરત ફર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.આવા ટુર ઓપરેટર સામે પગલા લેવા માટે પ્રબળ માંગ ઉઠી છે.

શહેરના ૨૮ જેટલા લોકો રાજસ્થાનના પ્રવાસે જવા માટે ઉદય ટ્રાવેલ્સની બસમાં આયુષ હોલીડે,લીમડા ચોક,પ્રેમજી પાર્ક,ગ્રાઉન્ડ ફલોરવાળા થકી પેકેજ બુક કરાવ્યું હતું અને રાજકોટ-રાજસ્થાન-રાજકોટ સુધીનું આ પેકેજ કરવામાં આવ્યું હતું અને તે અંગેના રહેવા,જમવા તથા અન્ય ખર્ચાઓ રાજકોટમાં જ આપી દેવામાં આવ્યા હતા અને રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા.

આ પેકેજ સાત રાત્રી અને આઠ દિવસ માટે નકકી કરવામાં આવ્યું હતુું પણ માત્ર ત્રણ દિવસમાં જ બસમાં ડીઝલ અને ટોલટેક્ષના પૈસા ચુકવીને આ તમામ લોકો રાજકોટ પરત ફરી ગયા હતા.જે રીસોર્ટમાં ઉતારવામાં આવ્યા હતા ત્યાં પણ કોઈ પેમેન્ટ કરવામાં નહીં આવતા તમામ પર્યટકોને રોકી દેવામાં આવ્યા હતા પણ બાદમાં રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી રજુઆત કરવામાં આવતા પર્યટકોને જવા દેવામાં આવ્યા હતા પણ ટુર ઓપરેટરને રોકી દેવામાં આવ્યો છે.

 હેરાનગતિ માટે આરૂષ હોલીડેઝના સંચાલિકા અમીબેન શાહનો સંપર્ક કરવામાં આવતા તેમણે હાથ ખંખેરી નાખ્યા હતા.ટુરમાં સામેલ વિવેકભાઈ ભાયાણીએ જણાવેલ હતું કે આઠ દિવસના પેકેજમાં પહેલા બે-ત્રણ દિવસને બાદ કરતા બાકીના તમામ દિવસોના ખર્ચાઓ અમે લોકોએ કર્યા છે અને તે પરત આપી દેવા આવે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન