રાજકોટ: 6 મહિના પહેલા યુવકની હત્યા કરનારા રીઢા ચોર પકડાયા - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટ: 6 મહિના પહેલા યુવકની હત્યા કરનારા રીઢા ચોર પકડાયા

રાજકોટ: 6 મહિના પહેલા યુવકની હત્યા કરનારા રીઢા ચોર પકડાયા

 | 7:48 pm IST

રંગીલા રાજકોટમાં હત્યા અને લૂંટનાં કિસાઓ અવારનવાર સામે આવે છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લૂંટારું બેલડીને ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટનાં GIDC વિસ્તારમાં 5 માસ અગાઉ યુવકની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવેલ. જોકે આ લૂંટારું બેલડી દ્વારા એક હત્યાનો ગુનો કબૂલ કરવામાં આવ્યો છે સાથે જ તેમણે 6 લૂંટ અને 2 વાહન ચોરી કરિયા ની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.

પોલીસે ધરપકડ કરલે બંન્ને આરોપીઓ મહેશ ઉર્ફે મયલો સોલંકી અને રાકેશ સોલંકી બંને દ્વારા રાત્રીનાં સમયે એકલા નિકળતા લોકોને પોતાનો શિકાર બનાવતા હતાં. અને છરીની અણીએ લૂંટ ચલાવતા હતાં. તમને જણાવી દઇએ કે, 6 મહિના અગાઉ રાજકોટના આજી GIDC માં રાત્રીના કારખાનામાં કામ કરી ઘરે પરત ફરતા પર પ્રાંતીય યુવક ને લૂંટી તેની હત્યા કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં સઘન તપાસ શરૂ કરી હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચને આ કેસમાં 5 મહિના બાદ સફળતા મળી છે. જેમાં રાજકોટમાં થયેલ અલગ-અલગ 6 જેટલી લૂંટનો પણ ભેદ ઉકેલાયો છે. આરોપી મહેશ અગાઉ પણ જેલમાં હતો મહેશ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર હતો. હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂંછપરછ શરૂ કરી છે.