Rajkot 8-year-old innocent victim identified immediately
  • Home
  • Gujarat
  • રાજકોટ: 8 વર્ષની માસુમ પીડિતાએ નરાધમને એક જ ઝાટકે ઓળખી બતાવ્યો

રાજકોટ: 8 વર્ષની માસુમ પીડિતાએ નરાધમને એક જ ઝાટકે ઓળખી બતાવ્યો

 | 7:56 pm IST

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ભોગ બનનાર બાળકીએ એક જ ઝાટકે ઓળખી બતાવ્યો હતો. મેજીસ્ટ્રેટ સમક્ષ ભોગ બનનાર બાળકીએ નરાધમ સામે આંગળી ચિંધી હતી. પોલીસે નરાધમને સાથે રાખીને સ્થળ પર રી-કન્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું.

હરદેવ મશરૂ માંગરોળીયાએ માત્ર 8 વર્ષની શ્રમિક બાળકીનું અપહરણ અને દુષ્કર્મ આચર્યું હતું. 29 તારીખની રાત્રે રાજકોટનાં 80 ફુટ રોડ પર 8 વર્ષની બાળકીનું અપહરણ અને દુષ્કર્મની ઘટના સામે આવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી હરદેવ માંગરોળીયાની ધરપકડ કરી હતી. આજે પોલીસે મેજીસ્ટ્રેટની સમક્ષ આરોપીની ઓળખ પરેડ કરી હતી. જેમાં ભોગ બનનાર બાળકીએ આરોપી હરદેવ સામે આંગળી ચિંધીને ઓળખી બતાવ્યો હતો. આરોપીની ઓળખ પરેડ થયા બાદ પોલીસે આરોપીને સાથે રાખીને ડિસ્કવરી પંચનામું કર્યું હતું.

પોલીસનાં કહેવા મુજબ, આરોપી હરદેવ માંગરોળીયા મજૂરી કામ કરતો હતો. જોકે આરોપીએ નશાની હાલતમાં જ બાળકીનું અપહરણ અને ત્યારબાદ જે જગ્યા પર દુષ્કર્મ આચર્યું હતું તે સ્થળે રી-કન્ટ્રક્શન કરી બતાવ્યું હતું. પોલીસ સુત્રોનું કહેવું છે કે, આરોપી જે સ્થળે દેશી દારૂનો નશો કરતો હતો એજ સ્થળે બાળકીનું અપહરણ કરી લઇ ગયો હતો. જ્યાં કોઇ જ આવતું ન હોવાથી તેને બાળકીને પોતાનો શિકાર બનાવી હતી.

સૂત્રો અનુસાર હેવાનિયતની હદ્દ વટાવી જનાર નરાધમનાં મોં પર જરા પણ પસ્તાવો જોવા મળતો નથી. પોલીસ લોકઅપમાં પણ આ હેવાન આરામથી ભોજન કરીને ઉંઘી જતો હોવાનું પોલીસ સુત્રોનું કહેવું છે. ત્યારે પોલીસ તપાસમાં આરોપી નવા ખુલાસાઓ કરે તો નવાઇ નહિં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન