Rajkot And Babra slows in following forecast by the Meteorological Department
  • Home
  • Featured
  • ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી સાચી ઠરી, આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો

ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી સાચી ઠરી, આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો

 | 10:04 am IST

હવામાન વિભાગે રાજ્યમાં 13 અને 14 નવેમ્બરે હળવાથીમધ્યમ વરસાદ પડવાની આગાહી કરી હતી, જે સાચી ઠરી છે. રાજ્યમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે.

રાજકોટ અને બાબરામાં મંગળવારે રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તેમજ ગોંડલમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બાબરામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. એક તરફ શિયાળાની શરૂઆત છે ત્યાંરે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટણા પડ્યા છે.

રાજકોટમાં મંગળવારે રાત્ર 8.30 કલાકે અચાનક અડધો ઈંચ વરસાદ તૂટી પડયો હતો. જોરદાર ઝાપટુ વરસી જતાં રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયા હતા. શિયાળાનો આરંભ થઈ ચૂકયો છે ત્યારે કમોસમી વરસાદથી આશ્ચર્ય છવાયુ છે. મહાપાલિકાની ફાયર શાખાએ જણાવ્યું કે રાત્રે 9 કલાક સુધીમાં મધ્ય રાજકોટમાં 11 એમએમ,પશ્ચિમમાં 5 એમએમ અને પૂર્વમાં 7 એમએમ વરસાદ નોંધાયો હતો.

રાજકોટમાં હાલ શહેરીજનો ત્રણેય ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. સવારે અને મોડી રાત્રે ફૂલગુલાબી ઠંડી, બપોરે ગરમી તથા કમોસમી વરસાદના ઝાપટા વરસી રહયા છે. વાયુ બાદ મહા વાવાઝોડાની ઘાતમાંથી ઉગરી ગયા બાદ માવઠાએ ખેડૂતોને પડયા પર પાટૂ માર્યુ છે.

અણધાર્યો વરસાદ વરસી જતાં ખેતરમાં ઉભા પાકને નુકસાન થવા સાથે રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ ખુલ્લામાં પડેલા મગફળી સહિતના માલને ભારે નુકસાન થયુ છે. નવરાત્રી બાદ દિવાળી અને દેવદિવાળી બાદ પણ વરસાદ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. સ્વેટર પહેરવું કે રેઈનકોટ તેવુ કુતૂહલ સર્જાયુ છે.

માર્કેટ યાર્ડમાં પડેલો કપાસ પલળ્યો
વરસાદથી બાબરા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો અને વેપારીએ ખરીદેલો કપાસ પલળ્યો હતો. આથી થોડીવાર તો યાર્ડના સત્તાધીશો અને વેપારીઓમાં કપાસ ઢાંકવા દોડધામ મચી ગઈ હતી. આ વર્ષે ચોમાસુ જવાનુ નામ નથી લેતું ત્યાંરે ખેડૂતો પર માંથી બેઠી છે. વરસાદથી કપાસ, મગફળી અને શિયાળુ પાકને પણ નુકશાન જવાની ભીતિ છે.

શુક્રવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ રાજકોટ શહેરમાં ભારે પવન સાથે 25 મિનીટ સુધી ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. દોઢસો ફૂટ રીંગ રોડ, રામાપીર ચોકડી, માધાપર ચોકડી અને ગોંડલ ચોકડી પર ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ છે. રાજકોટમાં પડેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોની 20,000 ગુણી મગફળી પલળી ગઇ છે. રાજકોટના લોધિકા તાલુકામાં પણ કમોસમી વરસાદ પડતાં જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

આ પણ જુઓ વીડિયો: રાજકોટ નવા યાર્ડમાં વરસાદના કારણે મગફળી પલડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન