Rajkot ASI Case: Police Found another Pistol from the Room
  • Home
  • Featured
  • રાજકોટ ASI આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, એબોર્શન કરાવ્યું હોવાની ચર્ચા

રાજકોટ ASI આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, એબોર્શન કરાવ્યું હોવાની ચર્ચા

 | 7:11 pm IST

રાજકોટમાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. જે ફ્લેટમાં પોલીસ કોન્સ્ટેબલે મહિલા એએસઆઈની હત્યા કરી આપઘાત કર્યો હતો, તે ફ્લેટમાં અન્ય એક પોલીસ જવાનની પિસ્તોલ મળી આવતાં ચકચાર મચી છે. ફ્લેટમાં અન્ય એક સરકાર પિસ્તોલ મળી આવતાં પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં દિન દયાળ પંડિત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ઈ-402માં કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાએ મહિલા એ.એસ.આઇ. ખુશ્બુ કાનાબારને ગોળી મારી પોતે આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ પોલીસે ફ્લેટની તલાશી લેતાં ત્યાંથી અન્ય એક સરકારી પિસ્તોલ મળી આવી હતી. આ પિસ્તોલ અન્ય એક એએસઆઈ વિવેક કુછડીયાની હોવાનું સામે આવ્યું હતું. બનાવની રાત્રે વિવેક કુછડીયા પોતાની પત્ની સાથે ફ્લેટમાં ગયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે, વિવેક પોતાની પિસ્તોલ ફ્લેટમાં ભૂલી ગયા હતા કે કેમ…

જો કે, મહિલા એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલના પ્રેમ પ્રકરણમાં અફવાઓનું બજાર પણ ગરમાઈ રહ્યું છે. હાલમાં ચર્ચા વહેતી થઈ છે કે, મહિલા એએસઆઈ ખુશ્બુએ એબોર્શન કરાવ્યું હતું. હાલ તો, પોલીસ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન