Rajkot At MP Abhay Bhardwaj Condition Is Serious So Three Doctor Come From Ahmedabad
  • Home
  • Ahmedabad
  • MP અભય ભારદ્વાજની તબિયત ગંભીર, શરીરમાં લોહીના ગઠ્ઠા જામ્યા, ફેફસાંમાં કાણા પડતા એક્મો ટ્રીટમેન્ટ શરૂ કરાઇ

MP અભય ભારદ્વાજની તબિયત ગંભીર, શરીરમાં લોહીના ગઠ્ઠા જામ્યા, ફેફસાંમાં કાણા પડતા એક્મો ટ્રીટમેન્ટ શરૂ કરાઇ

 | 8:18 am IST

રાજકોટમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ છેલ્લા એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હાલ તેમના સ્વાસ્થ્યને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સાંસદ અભય ભારદ્વાજની હાલત નાજૂક હોવાનું સામે આવ્યું છે. વિશેષ ડૉક્ટરોની ટીમ મોડીરાત્રે રાજકોટ પહોંચી હતી અને તેમને સારવાર ચાલુ કરી દીધી છે. અભય ભારદ્વાજની ECMO ટ્રીટમેન્ટ શરૂ કરાશે. સુરતથી ડૉ.સમીર ગામી રાજકોટ પહોંચ્યા હતા. નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે, અભયભાઈની તબિયત હાલ સ્થિર છે. જ્યારે ડોક્ટરોએ જણાવ્યું હતું કે, અભયભાઈને લોહીમાં ઑક્સિજન પહોંચતો નથી.

તમને જણાવીકે કે, ધારાસભ્ય હર્ષ સંઘવી પણ ડો. ગામી સાથે સુરતથી રાજકોટ રવાના થયા હતા અને મોડીરાત્રે પહોંચ્યા હતા. છેલ્લા એક પખવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજની તબિયત તા.13થી લથડતા વેન્ટીલેટર ઉપર રાખવામા આવ્યા હતા. સંક્રમણ ફેફસામા મુશ્કેલી ઉભી કરી રહ્યું હોવાથી શ્વાસની તકલીફ પડવા લાગી હતી.

સાંસદની તબીયત લથડતા મુખ્યમંત્રી રૂપાણીએ તેમના માટે અમદાવાદથી ડો. તુષાર પટેલ, ડો. આનંદ શુકલ, ડો, અમિત પટેલની ટીમ સાથે કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ચાર્ટર્ડ ફ્લાઈટમા રાજકોટ મોકલ્યા હતા, અને મોડીરાત્રે તેઓ પહોંચ્યા હતા. ત્રણે તબીબોએ કોરોના હોસ્પિટલમા જઈ અભયભાઈ ભારદ્વાજની ચકાસણી શરૂ કરી જણાવ્યું હતું કે, તેમના શરીરમા ઓકિસજનનું પ્રમાણ ઘટી રહ્યું છે એટલે વેન્ટીલેટર ઉપર છે. સાથે તેમના શરીરમા લોહીના ગઠ્ઠા જામ્યા છે તેની સારવાર હાથ ધરાઈ છે.

મીડિયા સાથે વાત કરતા ડો.તુષાર પટેલે જણાવ્યું હતું કે, આ સ્થિતિને ગંભીર ગણી શકાય ઓક્સિજનના પ્રમાણ મામલે ક્રિટીકલ કન્ડીશન છે. લોહીના ગઠ્ઠા મામલે સારવાર શરૂ થઈ છે. અન્ય તબીબ ડો, અતુલ પટેલે જણાવ્યું હતું કે, સાસંદના શરીરમા ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે અને તેની સામે કાર્બન ડાયોકસાઈડનુંપ્રમાણ વધી જાય છે. તેઓ 15 દિવસથી સંક્રમિત હોવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ ક્ષીણ થઈ છે, અમે એકમા મશીનથી કાલથી સારવાર શરૂ કરીશું જે એઈમ્સમા અપાય છે તે સારવાર અત્રે અપાશે. હાલ તેમને એઈમ્સમા ખસેડવાની કોઈ વાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન