Rajkot Awesome Hills death Selfi points
  • Home
  • Featured
  • રાજકોટનો ઓસમ ડુંગર બન્યો મોતની સેલ્ફી પોઇન્ટ, સુરક્ષાની દ્રષ્ટિએ તંત્ર નિરસ

રાજકોટનો ઓસમ ડુંગર બન્યો મોતની સેલ્ફી પોઇન્ટ, સુરક્ષાની દ્રષ્ટિએ તંત્ર નિરસ

 | 9:11 am IST

આજના આ મોબાઇલનો યુગમાં યુવાનોમાં સેલ્ફી લેવાનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે, એક સરસ ફોટાની સેલ્ફી લેવા માટે યુવાનો કોઈ પણ હદ અને કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર હોય છે, ત્યારે ક્યારેક આ સેલ્ફીની ઘેલછા મોતની સેલ્ફી બની રહે છે, રાજકોટ જિલ્લાના પાટણવાવના ઓસમ ડુંગર પર યુવાનોએ જોખમી સેલ્ફી લીધી હતી.

રાજકોટ થી 100 કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગરે ફરવા માટે એક રળિયામણું સ્થળ છે. અહીં પર્વત ઉપર માત્રીમાં નું ખુબજ પુરાણું મંદિર આવેલ છે, જેના દર્શન કરવા માટે દૂર દૂર થી લોકો આવે છે, ચોમાસામાં આ પર્વત સોળે કળાએ ખીલી ઉઠે ત્યારે લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે, લોકો અહીંની સુંદરતાને પેટ ભરીને માણે છે, પર્વત ઉપર લોકો પહોંચતા જ તેની સુંદરતા જોઈને ફોટા પાડ્યા વગર રહેતા નથી.

તેમાં પણ અહીં વિવિધ જગ્યાએ હાલ તો સેલ્ફી પોઇન્ટ બની ચુકી છે. લોકો તે જગ્યાએ પહોંચીને એક સરસ સેલ્ફી લેવા માટે તમામ જોખમ ઉઠાવે છે. અહીંના સેલ્ફી પોઇન્ટ બની ચૂકેલ જગ્યાઓ ખુબજ જોખમી અને ભયાનક છે, એક તરફ ખીણ છે. અને બીજા બાજુ પગથિયા.. ત્યાં ચડવા માટે ખુબજ સાંભળી ને ચડવું પડે અને જો થોડી પણ ચૂક થાય તો મોત, તેવા સેલ્ફી પોઇન્ટ ઉપર લોકો તમામ જોખમ ઉઠાવીને પહોંચે છે, ત્યારે સાથે જોઈ શકાય કે અહીં નાના નાના ભૂલકાઓ પણ પોતાના માબાપ સાથે પહોંચી જાય છે, ત્યારે માં-બાપ પોતાના નાના બાળકોને પણ જોખમમાં નાખી રહ્યા છે, સંદેશ ન્યૂઝ દ્વારા તેમની સાથે વાત કરવા માં આવી હતી.

દૂર દૂર થી આવતા લોકો પણ અહીં કુદરતી સુંદરતા માણવા સાથે સાથે જોખમી સેલ્ફીનો આનંદ લે છે, ત્યારે સરકાર અહીં સુરક્ષાના કોઈ પગલાં લેતી નથી, જેની માંગ પણ અહીં લોકો કરી રહ્યા છે. સ્લેફી દરમિયાન અકસ્માત અને મોતના સમાચાર છાસ વારે સાંભળવા મળે છે, જે જોતા તંત્ર અહીં સુરક્ષાની દ્રષ્ટિએ સજાગ થયા તે જરૂરી છે.