Rajkot Car Stuck In Rapid Flow Of flood water, watch Video
  • Home
  • Videos
  • Featured Videos
  • મવડી ગામમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ભારે ભરખમ કાર રમકડાંની જેમ તણાઇ, જુઓ Video

મવડી ગામમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ભારે ભરખમ કાર રમકડાંની જેમ તણાઇ, જુઓ Video

 | 10:01 am IST

રાજ્યમાં મેધરાજાનું ફરીથી આગમન થઇ ચૂક્યું છે. જેના કારણે જગતના તાત અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યું હતું. રવિવારે રાત્રે રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રાજકોટમાં પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.

રાજકોટના મવડી ગુરૂકુળ પાછળના રસ્તા પર વરસાદી પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઇ હતી. આ દ્દશ્યને જોઇને ભલભલા દંગ રહી ગયા હતા. સ્થાનિકોએ મહામહેનતે વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતી કારને બહાર કાઢી હતી.

રાજકોટમાં વાતાવરણમાં ફરી પલ્ટો આવ્યો અને શહેરના યાજ્ઞીક રોડ, ઢેબર રોડ, કોઠારિયા નજીકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે રાજકોટના મવડી ગામ પાસે કાર તણાયાની ઘટના સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન