રાજકોટ મહાનગરપાલિકાએ કર્યું એવું કામ કે કેન્દ્ર સરકારે થપથપાવી પીઠ - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટ મહાનગરપાલિકાએ કર્યું એવું કામ કે કેન્દ્ર સરકારે થપથપાવી પીઠ

રાજકોટ મહાનગરપાલિકાએ કર્યું એવું કામ કે કેન્દ્ર સરકારે થપથપાવી પીઠ

 | 3:58 pm IST

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન” હેઠળ એક પ્રશંસનિય કામ કર્યું છે. સ્વચ્છ ભારત મિશન સફાઈ ઝુંબેશ, સામાજિક ભાગીદારી, કચરાનું વર્ગીકરણ, કચરામાંથી ખાતર અને ઉર્જાનું ઉત્પાદન જેવા કાર્યક્રમ ગોઠવીને દેશને ક્લિન કરવામા આવે છે. આ બધા વચ્ચે રાજકોટ નગરપાલિકાએ શહેરના શ્રેષ્ઠ સફાઈ કામદારોનું જાહેર સન્માન કરીને એક નવો ચિલો ચિતર્યો છે.

કેન્દ્ર સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોના જાહેર સન્માન કરવા માટે જે નવી પહેલ હાથ ધરવામાં આવેલી છે તેની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે. માત્ર એટલું જ નહી પરંતુ કેંન્દ્ર સરકારે દેશની અન્ય મહાનગરપાલિકાઓને પણ રાજકોટ મહાનગરપાલિકાની પહેલને અનુસરવાનો અનુરોધ કર્યો છે.

આ મુદ્દા પર વાત કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આજે “વર્લ્ડ ટોઇલેટ ડે” મનાવવામાં આવી રહ્યો છે, જે સ્વાભાવિક રીતે સ્વચ્છતા બાબતમાં જાગૃત થવાનો સંદેશ વિશ્વ સ્તરે પ્રસરાવે છે. કોઈપણ શહેર અને ગામમાં જાહેર સ્વચ્છતાની બાબતમાં જેઓનું સૌથી અમૂલ્ય યોગદાન રહ્યું છે તે સફાઈ કામદારો પ્રત્યે ઋણ સ્વીકારવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરના તમામ સફાઈ કામદારો પ્રત્યે હ્રદયપૂર્વક ઋણ સ્વીકારી તેઓનો આભાર વ્યક્ત કરે છે. રાજકોટપાલિકાના આ કામને જોતા કેન્દ્ર સરકારે પણ તેમની પીઠ થપથપાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન