Rajkot Chamber of Commerce President Statement: Need Lockdown for 5 Days
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • રાજકોટમાં 2-5 દિવસનું લોકડાઉન જરૂરી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું મોટું નિવેદન

રાજકોટમાં 2-5 દિવસનું લોકડાઉન જરૂરી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું મોટું નિવેદન

 | 9:36 pm IST
  • Share

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવે આજે પ્રેસ કોંફરન્સ કરી હતી. લોકડાઉન અને કરફ્યૂને લઈને વી.પી વૈષ્ણવએ આજે નિવેદન આપ્યું હતું અને સૌરાષ્ટ્રની સૌથી મોટી વેપારી સંસ્થાએ લોકડાઉનને લઈને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું. અને જણાવ્યું હતું કે બે થી પાંચ દિવસના લોકડાઉનની રાજકોટમાં જરૂર છે.

આ ઉપરાંત વૈષ્ણવે કહ્યું કે હું મોદીસાહેબને અરજ કરું છું વીસ વર્ષના ઉપરના લોકોને રસી આપવામાં આવે. અમે રાજકોટના અધિકારીઓને મળ્યા, રાજકોટ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. ધંધા ઉધોગમાંથી અમે ફીડબેક લીધા છે. આપણે જીવતા રહીશું તો બધું કરી શકીશું. રાજકોટમાં લોકડાઉન જરૂરી છે. હું વેપારીઓ અને ઉધોગકારોને અપીલ કરું છું કે સ્વયંભુ લોકડાઉન જાહેર કરે. પાંચ દિવસમાં આંકડો ડબલ થઈ શકે છે. શનિ રવિવારે લોકડાઉન રાખો, મેં મુખ્યમંત્રીને રજુઆત કરી છે. આ સમયે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા અને સેક્રેટરી નવતમ બારસિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં રાજકોટમાં અતિ ભયંકર પરિસ્થિતિ છે. દુઃખની વાત છે આજે પણ લોકો માસ્ક વગર નીકળે છે.

રાજકોટ શહેરમાં કોરોના વાયરસની પરિસ્થિતિ વણસી રહી છે. સરકારી હોય કે પછી ખાનગી તમામ હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર રેમ્યા મોહનનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે હાલ શહેરમાં ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સમરસ હોસ્ટેલ ખાતે 500 બેડની ઓક્સિજન બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. જે પૈકી 250 બેડની વ્યવસ્થા ઊભી કરી લેવામાં આવી છે. રાજકોટ શહેરની કેન્સર હોસ્પિટલ ખાતે 200 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નોન covid દર્દીઓને રેલવેમાં સારવાર આપવામાં આવશે. રેલવેમાં ઓપરેશન થિયેટર સહિતની તમામ સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે. જે પ્રમાણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તેમ ઓક્સિજનના વપરાશમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સરકારી હોય કે પછી ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટ પડવા દેવામાં નહીં આવે. આજ રોજ ભાવનગરથી 20જેટલા વેન્ટિલેટર રાજકોટને મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન