'અમારા બાળકો ઘરની બહાર નીકળતા ફફડે છે, નરાધમને તો અમને જ સોંપી દો, પુરો કરી નાખવો છે' - Sandesh
  • Home
  • Gujarat
  • ‘અમારા બાળકો ઘરની બહાર નીકળતા ફફડે છે, નરાધમને તો અમને જ સોંપી દો, પુરો કરી નાખવો છે’

‘અમારા બાળકો ઘરની બહાર નીકળતા ફફડે છે, નરાધમને તો અમને જ સોંપી દો, પુરો કરી નાખવો છે’

 | 10:00 am IST

રાજકોટમાં કદાચિત આવી ઘટના પ્રથમ વખત ઘટી હશે. ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી બે-બે વખત દુષ્કર્મ ગુજારી, પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાની ક્રુર ઘટનાને લઈને થોરાળા વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો. આજે આરોપી પકડાયાના સમાચારના પગલે થોરાળા વિસ્તારની શ્રમિક વસાહતોમાં રહેતા રહેવાસીઓ મહિલા, પુરૃષો મોટી સંખ્યામાં થોરાળા પોલીસમથકે ઉમટી પડયા હતા અને આ રાક્ષશને મારી જ નાખો, ન મારી શકો તો અમને સોંપી દો અમે પુરો કરી નાખીએ પછી ભલે અમને જેલમાં પુરી દેજો કે ફાંસીએ ચડાવી દેજો, જો પુરી કરી નાખીએ તો આવા નરાધમો બીજી વખત આવુ કૃત્ય કરતાં વિચારે.

રોષે ભરાયેલી મહિલાઓ પોલીસમથકમાં ઘુસવા પ્રયાસ કરતાં દરવાજા પાસે જ પોલીસ અધિકારીઓ, કાફલો ગોઠવાઈ ગયો હતો. પોલીસની હાજરીમાં જ આગબબુલા બનેલી શ્રમિક મહિલાઓએ ભારે ઉકળાટ ઠાલવ્યો હતો. સાહેબ અમારા બાળકો સ્કુલે જતાં તો ઠીક ઘર બહાર નીકળતાં જ પણ ડરી રહ્યા છે અમે બે-બે દિવસથી છોકરાઓને ઘર બહાર નીકળવા નથી દીધા. એક જ અવાજ ઉચ્ચારતા હતા કે આવાઓની સજા તો મોત જ હોય, એક વખત બહાર કાઢી પબ્લીકને સોંપી દો. વાતાવરણ તંગ બનતા અંતે પોલીસે થોડી કડકાઈ વાપરવી પડી હતી. જો કે બે-ચાર આગેવાનોએ પણ પોલીસ કાયદા મુજબ કામ કરી શકે કાયદો હાથમાં ન લેવાય. કહીંને આક્રોષિત ટોળાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. એકાદ કલાકની હોહા દેકારા બાદ ટોળાને વિખેરવા પોલીસે મજબુર બનવું પડયું હતું.

વૃધ્ધાની હત્યા તપાસ સમયે નરાધમનું મોં ખોલાવવામાં પોલીસ રહીં નાકામ
બાળકી પર દુષ્કર્મ, હત્યા કબુલનાર રિક્ષાચાલક રમેશ વૈઢુકીયાએ છ દિવસ પહેલા તા.૭ના રોજ વ્હોરા વૃધ્ધાની હત્યા કરી લૂંટ ચલાવી હતી. બીજા દિવસે તા.૮ના શુક્રવારે બાળકીને ઉઠાવી જઈ દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. વ્હોરા વૃધ્ધાની હત્યામાં આરોપી રમેશને ક્રાઈમબ્રાન્ચના કે.કે.જાડેજા તથા સ્ટાફે સી.સી.ટીવી આધારે જ પકડી પાડયો હતો જો કે ક્રુર રમેશે વૃધ્ધાની હત્યાના બીજા દિવસે જ બાળકીની હત્યા કરી હતી છતાં આખી ક્રાઈમબ્રાન્ચના એકપણ અધિકારીઓ, અન્ય ઉચ્ચ અધિકારીઓ કે સ્ટાફ રમેશનું મોં ખોલાવવામાં નાકામ રહ્યા હતા. રિમાન્ડ દરમિયાન કુવાડવા પોલીસ પણ નાકામ જ રહેત. જો એક દિવસ મોડું થયું હોય તો આવતીકાલે તો રમેશ જેલહવાલે પણ થઈ ગયો હોત. જો કે થાપ ખાનારા કે.કે.જાડેજા અને તેમની ટીમે જ બીજા રાઉન્ડમાં રમેશ જ હત્યારો હોવાનું ફલિત કર્યું અને રમેશે રિકન્સ્ટ્રક્શન પણ કરી આપ્યું હતું. આવી જ રીતે દસકા પહેલા ક્રાઈમબ્રાન્ચે કોલ્ડ કિલર નિલય મહેતાના કિસ્સામાં થાપ ખાધી હતી અને સુરેન્દ્રનગર પોલીસે સિરિયલ કિલીંગના ભેદ ખોલ્યા હતા.

બેખૌફ બની ૨૨ કલાકમાં કરી બે-બે હત્યા, 15 દી’થી એ જ કપડા પહેરેલા
નરાધમ રમેશે ગુરૃવારે સાંજે પાંચેક વાગ્યા બાદ વૃધ્ધા અસ્માબેનની હત્યા કરી હતી. ત્યારબાદ બીજા જ દિવસે સવારે સાડા અગિયાર વાગ્યે બાળકીનું અપહરણ કરી ખંઢેર જેવા ક્વાર્ટરમાં લઈ ગયો હતો. જ્યાં પહેલા બાળકીને રૃમમાં રમતી મુકી બહાર આવ્યો બે કોથળી નશો કર્યો અને અંદર રૃમમાં જઈ બાળકી પર બે-બે વખત હેવાનિયત આચરી બાળકીની બે વાગ્યાના અસરામાં હત્યા નિપજાવતાં પોલીસનો કોઈ ખૌફ જ ન હોય એ રીતે પહેલી હત્યા કરી બીજા દિવસે ૨૨ કલાકના અંતરે બીજી હત્યા કરી હતી. આરોપીને ત્રણ ભાઈ, એક બહેન છે. પત્ની પણ છોડીને ચાલી ગઈ છે. એકલો આવારા જેવી જીંદગી ગાળે છે. પંદર દિવસથી કપડા જ બદલ્યા ન હોવાથી બંને બનાવમાં એજ કપડા હતા. વૃધ્ધા અને બાળકીના લોહીના ડાઘ પણ નીકળતાં હવે બંને પોલીસ માટે સાયન્ટીક પુરાવા માટે કપડા જરૃરી બન્યા છે.

જો સીસી ટીવી ન હોત તો કપરૃ થઈ પડત
પોલીસ માટે સીસીટીવી ફુટેજ વધુ એક વખત આશીર્વાદ રૃપ સાબીત થયા છે. ક્રુર શખસને શોધવા પોલીસે સીસીટીવી ચેક કરતાં રસ્તા પર ર્ફિનચરના શોરૃમના સી.સી.ટીવીના ફૂટેજમાં નરાધમ બાળકીને લઈ જતો દેખાયો હતો. રિક્ષામાં જ બાળકી સાથે શારિરીક છેડછાડ કરતો દેખાતો હતો. રિક્ષાચાલક પણ આ દ્રશ્ય જોઈ એક, બે વખત તો રિક્ષા થંભાવી દેવા કોશીષ કરી હતી. પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ નરાધમ વૃધ્ધા સાથે પણ દુષ્કૃત આચરવાનો હતો પરંતુ એક ટ્રેકટર નીકળતાં રિક્ષા લઈને નાસી છુટયો હતો.