Rajkot: Collector withdraws announcement to close tea stalls And Pan Masala
  • Home
  • Corona live
  • રાજકોટ કલેક્ટરે એક કલાકમાં જ મારી પલટી!, ચાના સ્ટોલ, પાનના ગલ્લા બંધ કરવાની જાહેરાતમાં પાછું નવું આવ્યું!

રાજકોટ કલેક્ટરે એક કલાકમાં જ મારી પલટી!, ચાના સ્ટોલ, પાનના ગલ્લા બંધ કરવાની જાહેરાતમાં પાછું નવું આવ્યું!

 | 11:10 am IST

રાજકોટ કલેક્ટરે એક કલાકમાં ચાના સ્ટોલ, પાનના ગલ્લા બંધ કરવાની જાહેરાત કર્યા પછી મોટી પલટી મારી દીધી હતી. રાજકોટમાં ચાના સ્ટોલ, પાનના ગલ્લા બંધ કરવાની જાહેરાત કર્યા બાદ તે નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો છે. આ સિવાય પાર્સલ સુવિધા માટે ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અગાઉ 8 દિવસ સુધી ગલ્લા અને ચાના સ્ટોલ બંધ કરવાની જાહેરાત કરી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તરફથી પહેલા 8 દિવસ ગલ્લા અને ચાની કિટલીઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ તેઓએ જિલ્લાના દરેક તાલુકામાં વેપારીઓ પોતાની રીતે દુકાન ધંધા-વેપારનો સમય ઘટાડે તેવી અપીલ પણ કરવામાં આવી છે. જોકે, બાદમાં કલેક્ટરે પોતાનો નિર્ણય બદલ્યો છે.

આ અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામાં પ્રમાણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ચાની કીટલી કે પાનના ગલ્લા બંધ નહીં રાખવામાં આવે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે ચાની કીટલી અને ગલ્લા ખુલ્લા રાખવામાં આવશે. લોકો ચાની કીટલી કે પાનના ગલ્લા કે પછી નાસ્તાની લારી પરથી પાર્સલ લઇને જઈ શકશે.

અત્રે નોંધનીય છે કે, આજે બપોરે રાજકોટમાં કોરોનાના કેસને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. રાજકોટમાં ચાના સ્ટોલ, પાનના ગલ્લાને આગામી 8 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આગામી 8 દિવસ રાજકોટમાં માવાના બંધાણીઓ અને ચાના રસિયાઓ માટે માઠા સાબિત થવાની ચિંતા પ્રવર્તી હતી. પરંતુ રાજકોટને લઈને લેવાયેલો નિર્ણય માત્ર થોડાક જ કલાકો માટે રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે એવી માહિતી મળી હતી કે રાજકોટમાં ધમધમી રહેલા ચાના સ્ટોલ, પાનના ગલ્લા બંધ રાખવા મુદ્દે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રો પાસેથી પણ એવી માહિતી મળી હતી કે, આગામી 8 દિવસ ચાના સ્ટોલ અને ગલ્લા બંધ રાખવા નિર્ણય લેવાઈ શકે છે, જ્યારે અન્ય દુકાનો સવારે 7થી 4 સુધી ખુલ્લી રહે તેવી શક્યતા જોવાઈ રહી હતી. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડીને મોટો આંચકો આપ્યો છે. 

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં જિલ્લા કલેક્ટર સંપૂર્ણ નહીં પણ અંશતઃ લોકડાઉ લાદવાની જાહેરાત આજે બપોરે જ કરી દેશે એવી શક્યતા દેખાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 32 કેસ નોંધાયા હતા. જ્યારે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં નવા 10 કેસ નોંધાયા હતા. આમ, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં હાલ, 1865 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3921 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં 13 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

આ પણ જુઓ વીડિયો: વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારી શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન