Rajkot Corporation Action Against the Imperial Hotel
  • Home
  • Featured
  • રાજકોટ: નગ્ન નાચ અને જુગાર મામલે બદનામ હોટલ ફરીથી વિવાદમાં

રાજકોટ: નગ્ન નાચ અને જુગાર મામલે બદનામ હોટલ ફરીથી વિવાદમાં

 | 10:58 pm IST
  • Share

  • ઈમ્પિરિયલ હોટલમાં વાસી સામગ્રી પીરસાય છે
  • કિચનમાં ખુલ્લા ડસ્ટબિનો પર માખીઓ બણબણતી હતી
  • ફૂડ શાખાના ચેકિંગમાં 2 કિલો અખાદ્ય ચીજોનો નાશ

રાજકોટ યાજ્ઞીક રોડ ઉપર આવેલી સ્ટાર કેટેગરીની ઈમ્પિરીયલ હોટલ ફરીથી વિવાદમાં સપડાઈ છે. થોડા સમય પહેલા આજ હોટલમાં નગ્નનાચનો મામલો સામે આવ્યો હતો. જેનો ઢાંકપિછેડો થાય તે પહેલા જ હોટલમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી ઈમ્પિરિયલ હોટલના કિચન અને રેસ્ટોરન્ટમાં વાસી ખોરાક પીરસવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ મનપાની ફૂડ શાખાએ ઈમ્પિરિયલ હોટલમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન હોટલના કિચનમાં માખીઓ બણબણતી ડસ્ટબિનો જોવા મળી હતી. હોટલે કચરો અને એંઠવાડ નાંખવા માટેની ડસ્ટબિન પેક રાખવાની હોય છે, જ્યારે ઈમ્પિરિયલ હોટલમાં તે ખુલ્લી હતી.

આટલું જ નહીં, રાંધેલી પુરણપોળીનો ઢગલો પડ્યો હતો. જે વાસી જણાયો હતો. આવી જ રીતે અન્ય પ્રિપેર્ડ સામગ્રી પડી હતી. જેના પર નિયમો મુજબ ટેગ રાખવામાં આવ્યું નહતું.

ફૂડ વિભાગે ઇમ્પિરિયલ હોટલ ખાતે પુરણપોળી તેમજ પીત્ઝા બેઈઝ 3 કિગ્રાનો નાશ કર્યો હતો. જ્યારે ભોંય તળિયાની સફાઈ, ડસ્ટબિન કવર રાખવા તેમજ બિનજરૂરી પેકેજિંગ મટીરીયલ્સ તેમજ પ્રિપેર્ડ ફૂડના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીંગ કરેલ ના હોવા બાબતે નોટિસ ફટકારી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો