Rajkot Corporation New Parking Policy
  • Home
  • Featured
  • રાજકોટમાં ઘર કે દુકાન બહાર વાહન પાર્કિંગનો ચૂકવવો પડશે ચાર્જ

રાજકોટમાં ઘર કે દુકાન બહાર વાહન પાર્કિંગનો ચૂકવવો પડશે ચાર્જ

 | 10:08 pm IST
  • Share

  • રાજકોટમાં વાહનો માટે નવી ટ્રાફિક પૉલિસી
  • 48 રાજમાર્ગો પર પાયલોટ પ્રોજેક્ટનો થશે અમલ
  • નવી પાર્કિંગ પૉલિસીને લઈને રાજકોટમાં વિરોધના સુર

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા શહેરમાં નવી પાર્કિંગ પૉલિસી તૈયાર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હવેથી શહેરમાં ઘર કે બહાર વાહન પાર્ક કરવા માટે મહાનગર પાલિકા દ્વારા પૈસા વસૂલવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવી પાર્કિંગ પૉલિસીને લઈને દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેમાં ઘર કે દુકાનની બહાર વાહન પાર્ક કરવા માટે પણ પૈસા ચૂકવવાના રહેશે. જ્યાં શહેરના 48 રાજમાર્ગો પર પાયલોટ પ્રોજેક્ટનો અમલ થશે અને જે-તે વિસ્તારને આધારે પાર્કિંગના દર નક્કી કરાશે.

નવી પાર્કિંગ પૉલિસીને મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે. જ્યાંથી મંજૂર થયા બાદ પાર્કિંગના દર નક્કી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 48 રાજમાર્ગો પર આ નવી પૉલિસી લાગૂ થશે. જે બાદ શહેરના અન્ય વિસ્તારોને આવરી લેવામાં આવશે.

જો કે આ પૉલિસી અમલમાં આવે તે પહેલા જ રાજકોટવાસીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. શહેરના 48 રાજમાર્ગો સિવાય, ઘર કે દુકાન પાસે પણ વાહન પાર્ક કરવા અંગે ચાર્જ ચૂકવવાની સંભવિત પોલીસી સામે વિરોધનો અવાજ ઉઠ્યો છે. બીજી તરફ દરખાસ્ત અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બુધવારે નિર્ણય લેવાનું અને સુરતની જેમ રાજકોટમાં પાર્કિંગ પૉલિસી અંગે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો