Rajkot Covid Hospital Staff Hit corona patient video viral
  • Home
  • Corona
  • રાજકોટ સિવિલમાં દર્દી સાથે અમાનવીય વર્તનનો વીડિયો વાયરલ, તમારી આંખે જ જોવો કેવી કરાય છે દર્દીની દુર્દશા

રાજકોટ સિવિલમાં દર્દી સાથે અમાનવીય વર્તનનો વીડિયો વાયરલ, તમારી આંખે જ જોવો કેવી કરાય છે દર્દીની દુર્દશા

 | 10:44 am IST

રાજકોટમાં હાલ કોરોના વાયરસનો કહેર બનીને લોકો પર ત્રાટકી રહ્યો છે. રાજકોટ કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, તો બીજી બાજુ અહીં હોસ્પિટલોમાં કોરોનાથી મોત થયેલા દર્દીઓની લાશોના ઢગલા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ સાથે કેવી રીતે સારવાર કરાય છે? કેટલો ભેદભાવ કરાય છે? અને અહીં દર્દીઓ પર કેટલો ત્રાસ અને જુલમો ગુજારવામાં આવી રહ્યા છે, તેના અનેક વીડિયો સામે આવ્યા બાદ આજે રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દી સાથે મારામારીનો એક વીડિયો વાયરલ થયો છે.

રાજકોટ કોવિડ હોસ્ટિપલના વાયરલ થયેલા વીડિયો મુદ્દે એક નિવેદન સામે આવી રહ્યું છે. રાજકોટ કોવિડ હોસ્પિટલના ડો. પંકજ બુચે આ નિવેદન આપ્યું છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે જે દર્દીને માર મારતો વીડિયો સામે આવ્યો હતો તે વીડિયો મુદ્દે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, અને આ ઘટનામાં જેની પણ સંડોવણી હશે તેની સામે કડક કાર્યવાહી થશે. તેમને ઉમેર્યું હતું કે, જે દર્દીને માર મારવાની વાત જણાવવામાં આવી રહી છે, પરંતુ તે દર્દી અનેક બીમારીથી પીડિત છે. આ દર્દી પોતાને અન્ય દર્દીને નુકસાન પહોંચા઼ડતા હતા. જેના કારણે હોસ્પિટલનો સ્ટાફ તેને પકડીને પોતાના કબજામાં લઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો 9 તારીખનો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દી સાથે મારામારીના આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દર્દીને માર મારવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દર્દી પાણી માંગતો હોવાનો ઉલ્લેખ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે, તેમ છતાં PPE કીટ પહેરીને કેટલાંક લોકો દર્દીને ઉપર પડીને માર મારી રહ્યા છે. એટલું જ નહીં, હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ પણ વીડિયોમાં દેખાઈ રહ્યા છે. ત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શું આવી રીતે હોસ્પિટલોમાં સારવાર કરાઈ રહી છે. જો આવી સ્થિતિ હોય તો લોકો હોસ્પિટલોમાં દાખલ જ થશે નહીં. શું રાજકોટ સિવિલમાં દર્દીઓ સાથે ઓરમાયું વર્તન કરાય છે?

રાજકોટમાં સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીને બેરહેમીથી માર મારતો વીડિયો સામે આવ્યો છે. દર્દીને સિક્યુરીટી દ્વારા માર મરાતો હોવાનો વીડિયો આવ્યો સામે જેમાં PPE કિટ પહેરીને અન્ય એક કર્મચારી પણ મારી રહ્યો છે માર. વીડિયોમાં દર્દી માગી પાણી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન