Rajkot Dhoraji MLA's car got stuck in rain water, 9 incidents of vehicle straying in floods occurred
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજકોટ ધોરાજીના MLAની કાર વરસાદી પૂરમાં ફસાઈ, સૌરાષ્ટ્રભરમાં વાહનો તણાઈ જવાની 9 ઘટના બની

રાજકોટ ધોરાજીના MLAની કાર વરસાદી પૂરમાં ફસાઈ, સૌરાષ્ટ્રભરમાં વાહનો તણાઈ જવાની 9 ઘટના બની

 | 10:18 am IST
  • Share

ગુજરાતમાં હાલ ચારેબાજુથી આકાશી મુસીબત વરસી રહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે પૂર જેવી સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ભારે વરસાદના કારણે ધસમતો પ્રવાહમાં અનેક ગાડીઓ તણાઈ હોવાની માહિતી મળી રહી છે. જાણવા મળી રહ્યું છે કે ભારે વરસાદમાં 09 જેટલી જગ્યાએ ગાડીઓ તણાઈ હોવાના સમાચાર છે, જેમાં રાજકોટના ધોરાજીના MLAની કાર પણ પાણીમાં ફસાઈ હોવાની માહિતી છે.

ગુજરાતના ધારાસભ્ય લલિત વસોયાની કાર ગરનાળામાં વરસાદી પાણીમાં ફસાઈ છે. ઉપલેટામાં આવેલા ગરનાળામાં કાર ફસાઈ હોવાની માહિતી છે. ત્યારબાદ ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ કાર બહાર કાઢવામાં આવી હતી. હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે લલિત વસાયો જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ફસાઈ હતી.

હાલ હવામાન વિભાગ દ્વારા છેલ્લાં 24 કલાકમાં પડેલા વરસાદી આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં સાડા 20 ઈંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારબાદ જૂનાગઢના વિસાવદરમાં સાડા 18 ઈંચ વરસાદ, જામનગરના કાલાવડમાં 16 ઈંચ વરસાદ, રાજકોટમાં 13 ઈંચ, ધોરાજીમાં 10 ઈંચ, જૂનાગઢમાં સાડા 8 ઈંચ, કોટડાસાંગાણી 8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 27 તાલુકામાં 4થી 8 ઈંચ સુધીનો પણ વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોરઠમાં મેઘરાજાએ શ્રીકાર અમીવર્ષા વરસાવતા જે ડેમ, નદી-નાળાના તળિયા દેખાતા હતા તે તમામ નાના-મોટા ડેમ,નદી-નાળા, ઝરણાઓ છલકાઈ ઉઠતા સર્વત્ર ધરતીપુત્રોમાં ખુશીની લ્હેર દોડી ગયેલ છે.

માત્ર છેલ્લા 12 કલાકમાં જ જિલ્લામાં મેઘરાજાએ એકધારી સટાસટી બોલાવતા પાણી પાણી અને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે, જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વિસાવદરમાં જાણે આભ ફટયું હોય તેમ 12 કલાકમાં 17 ઈંચ વરસાદથી અહીની પોપટડી, મયારી, કલારો નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. તો અહીનો ધ્રાફ્ડ ડેમ ઓવરફ્લો થતા તેના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. તો આંબાજળ સહિતના ડેમોમાં પુષ્કળ પાણીની આવક નોધાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન