રાજકોટની સામૂહિક આત્મહત્યા : બેવફા પત્ની અને તેના 2 પ્રેમીની ધરપકડ કરાઈ - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટની સામૂહિક આત્મહત્યા : બેવફા પત્ની અને તેના 2 પ્રેમીની ધરપકડ કરાઈ

રાજકોટની સામૂહિક આત્મહત્યા : બેવફા પત્ની અને તેના 2 પ્રેમીની ધરપકડ કરાઈ

 | 11:23 am IST

રાજકોટના આણંદપરમાં આવેલા ઈન્દિરા આવાસ યોજનામાં થયેલી સામૂહિક આત્મહત્યાના કેસમાં પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. જેને પગલે 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મૃતકની પત્ની અને તેના બે પ્રેમીઓની પોલીસે ધરપકડ કરી છે.

ઘટનાની હકીકત એવી છે કે, રાજકોટમાં ગઈકાલે એક પિતાએ પહેલાં પોતાના બે બાળકોને ઘરના પાણીના ટાંકીમાં ડૂબાડીને માર્યા હતા અને બાદમાં પોતે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. પિતાએ પોતાના હાથે જ બે માસુમ બાળકો હર્ષ અને અભિજીતને ટાંકામાં ડુબાળી દીધા હતા. પોલીસે આ અંગે તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી. સમગ્ર મામલે મૃતકની પત્ની અને તેનો પ્રેમી જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મૃતકની પત્ની અલ્પા અને તેનો પ્રેમી કાર્તિક તેમની આત્મહત્યા માટે જવાબદાર હોવાનું ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરાયો છે.

રાજકોટના નવાગામનો આ બનાવ છે. જેમાં એક પિતાએ બંને સંતાનોને અગાશી પરની પાણીની ટાંકીમાં ડુબાડીને પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે અગાસી પર રહેલી સિન્ટેક્સની ટાંકીમાંથી બંને સંતાનના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસ પણ બંને સંતાનોના મૃતદેહો ટાંકીને જોઈને હતપ્રહ થઈ ગઈ હતી.

આ માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી. જોકે, જોતજોતામાં આખો બનાવ ગામભરમાં ફેલાઈ ગયો હતો. જેથી ગ્રામવાસીઓ પણ દોડી આવ્યા હતા. પરિવારના મોભીએ આ પગલું કેમ ભર્યું, અને તે પાછળ કયું કારણ આ કેમ બન્યું તેની ચર્ચાએ જોર પકડ્યું છે, જો કે હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે, જો કે પોલીસે કહ્યું કે હાલ પ્રાથમિક તપાસ ચાલું છે.