Rajkot: Father in Law assault Daughter in Law for 5 Years
  • Home
  • Featured
  • ‘હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે’, રાજકોટમાં પતિએ જ પિતાને આપી પત્ની સાથે બદકામ કરવાની છૂટ

‘હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે’, રાજકોટમાં પતિએ જ પિતાને આપી પત્ની સાથે બદકામ કરવાની છૂટ

 | 3:37 pm IST

રાજકોટના કોટડા સાંગાણીમાં સમાજને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. કોટડા સાંગાણીના રામોદ ગામે એક વૃદ્ધ સસરો છેલ્લા પાંચ વર્ષથી પોતાની નાની વહુ ઉપર દુષ્કર્મ આચરતો હતો. તમને જાણીને નવાઈ લાગશે પણ આ સસરો એક નિવૃત શિક્ષક છે. તો પત્ની સાથે દુષ્કર્મ આચરવાની પતિએ જ છૂટ આપી હતી. પત્ની જ્યારે ફરિયાદ કરતો ત્યારે પતિ કહેતો કે, હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે? આ મામલે પીડિત મહિલાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે.

રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ જણાવ્યું કે, સસરાની નજર મારા પર બગડી હતી. ઘરે કોઈ પુરુષ ન હોય ત્યારે સસરો તેના પર દુષ્કર્મ આચરતો હતો. અને આ સમયે મોટી જેઠાણી ઘરની બહાર પહેરો દેતી હતી. અને અન્ય એક જેઠાણી તેને પકડી રાખતી હતી. મહિલા જ્યારે હવસ ભૂખ્યા સસરાની વાત પતિને કરતી તો તે કહેતો કે, આપણે એક પુત્રી છે. પુત્ર પણ જોઈએ. અને હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે છે. મહિલાએ કહ્યું કે, પતિને જેઠાણી સાથે લફરું હોવાથી તે ઘરમાં ધ્યાન આપતો નહીં. દુષ્કર્મ ગુજાર્યા બાદ તેઓ મહિલાને પુત્રીને મારી નાખવાની પણ ધમકી આપતા હતા.

કોટડાસાંગાણીના રામોદમા એક પૂર્વ શિક્ષક અને સસરાની હેવાનિયત સામે આવતા ઠેર ઠેરથી ફિટકાર વરસી રહ્યો છે. મહિલાની ફરિયાદને આધારે હાલ તો પોલીસે દુષ્કર્મ ગુજારનાર સસરા માવજી રાઠોડ અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની પોલીસે ધરપકડ કરી છે.

આ વીડિયો પણ જુઓઃ

ગુજરાતની રાનુ મંડલ ચંદ્ગાબેનને મળશે ગીત ગાવાની તક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન