Rajkot first corona positive patient health well so hospital Discharge him in Gujarat
  • Home
  • Corona live
  • ગુજરાતના પ્રથમ પોઝિટિવ દર્દીને રજા અપાઇ, પુત્રને જોઈને માતા-પિતાની આંખમાં હર્ષના આંસુ છલક્યા

ગુજરાતના પ્રથમ પોઝિટિવ દર્દીને રજા અપાઇ, પુત્રને જોઈને માતા-પિતાની આંખમાં હર્ષના આંસુ છલક્યા

 | 2:16 pm IST

સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ રાજકોટમાંથી એક સારા સમાચાર મળી આવ્યા છે. ગુજરાતનો સૌ પ્રથમ પોઝિટિવ કોરોના વાયરસનો જે વ્યક્તિનો કેસ નોંધાયો હતો તે વ્યક્તિ સાજો થઈ જતા તેના ઘરે મોકલવામાં આવ્યો છે. આજે તેને એમ્બ્યુલન્સ મારફત નાદીમ નામના વ્યક્તિને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. પુત્રને જોઈને તેના માતા-પિતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, તારીખ 18મી માર્ચ 2020 ના રોજ જંગલેશ્વર વિસ્તારના 17 જેટલા લોકોને મહાનગર પાલિકાની ટીમ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાંથી ખસેડી 12 જેટલા લોકોને પથિકા શ્રમમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે ચાર જેટલા લોકોને શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે કે એક વ્યક્તિને કોરોના વાઈરસના દર્દીઓ માટે બનાવવામાં આવેલ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો.

તારીખ 19મી માર્ચ 2020ના રોજ નાદીમ નામના વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નાદીમ મક્કા મદીનાથી પરત ફર્યો હતો. ત્યારે આજ દિવસ સુધી તેની રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે આજરોજ તે સ્વસ્થ થતા તેને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે

નદિમ ની સાથોસાથ તેના પરિવારજનોના પણ કોરોનાવાયરસ અંગેના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા જોકે તમામ વ્યક્તિઓની અંદર કોરોનાવાયરસ ના લક્ષણ ન જણાતા અને ટેસ્ટ નેગેટીવ આવતા તમામને પથિક આશ્રમ ખાતે રાખવામાં આવ્યા હતા. ત્યાં તંત્ર દ્વારા તેમને તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી

હાલ રાજકોટમાં નોંધાયેલ પ્રથમ પોઝિટિવ કોરોનાવાયરસ ના દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને રજા આપવામાં આવી છે પરંતુ હજુ પણ રાજકોટમાં 9 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન