Rajkot Furniture Worker Commits Suicide in Rajkot Gokuldham Alleged Builder Behind Act
  • Home
  • Featured
  • ‘શોભા મને માફ કરી દેજે, જેમ રે છે એમ જ રેજે, બ્રિજેશ-તેજસ મમ્મીનું ધ્યાન રાખજો દુ:ખી થવા દેતા નહીં’

‘શોભા મને માફ કરી દેજે, જેમ રે છે એમ જ રેજે, બ્રિજેશ-તેજસ મમ્મીનું ધ્યાન રાખજો દુ:ખી થવા દેતા નહીં’

 | 5:29 pm IST

રાજકોટનાં ગોકુલધામ રોડ પર આવેલ દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા મિસ્ત્રીનાં આપઘાત કેસમાં પોલીસે બિલ્ડરની ધરપકડ કરી છે. 1 લાખ 40 હજારનાં ફર્નિચર કામ સવા બે લાખ રૂપીયામાં થયું હતું પરંતુ બિલ્ડરે રૂપીયા ન આપીને માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસ બિલ્ડરનાં માનસિક ત્રાસથી આપઘાત કરવા મજબુરનો ગુનો નોંધી આરોપીને દબોચી લીધો છે.

આ સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો, રાજકોટનાં નામાંકિત બિલ્ડરમાં જેમનું નામ છે તે વૃજ પેલેસનાં બિલ્ડર જમન છગન કનેરીયા હાલ પોલીસનાં જપ્તામાં આવી ગયા છે. બિલ્ડર જમન છગન કનેરીયા પર આરોપ છે કે, રાકેશ રમેશ ધારૈયા નામનાં મિસ્ત્રીને મરવા મજબુર કરવાનો. જીહા, રાજકોટનાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં મૃતક રાકેશ ધારૈયાનાં પત્ની શોભનાબેને બિલ્ડર જમન કનેરીયા સામે ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં તેનાં પતિ રાકેશે બિલ્ડર જમન કનેરીયાના ફ્લેટનું ફર્નિચર કામ 1 લાખ 40 હજારમાં રાખ્યું હતું અને તમામ સામગ્રી ઉધારમાં ખરીદી હતી. સવા બે લાખ રૂપિયાનો ખર્ચો થયો હોવા છતા બિલ્ડરે તેને રૂપિયા અને મજૂરી આપવાની ના પાડી દઇ અવાર નવાર માનસિક ત્રાસ આપતા હતા. જેથી મિસ્ત્રી રાકેશ ધારૈયાએ ઝેરી દવા પી ગત 11 તારીખનાં આપઘાત કરી લીધો હતો. પોલીસ મૃતક પાસેથી કબજે કરેલી સ્યુસાઇડ નોટમાં પણ આરોપી જમન કનેરીયાનો ઉલ્લેખ હોવાથી આરોપી બિલ્ડર જમન છગન કનેરીયાની ધરપકડ કરી હતી.

સ્યુસાઇડ નોટનાં શબ્દો
‘સૌને જયશ્રીકૃષ્ણ જય માતાજી હું રાકેશ જિંદગીથી કંટાળી પગલું ભરૂ છું, ખૂબ જ થાકી ગયો છું હવે આરામ કરવા માંગુ છું. બધાને ખુશ કરવામાં હું ફસાતો ગયો, મને ગલત ન સમજતા. એક બે કામમાં ફસાઇ જતાં નુકસાન થયું છે. જમનભાઇ વ્રજ પેલેસવાળાનું 1,40,000નું કામ રાખેલ ને બે સવા બેનો હિસાબ થાય છે, હવે ટોર્ચર કરે છે. વાત થઇ તી કામની એનાથી વધારે કામ વધી ગયું. મેં કોઇ વસ્તુાની ના નથી પાડી ઠીક છે. બ્રિજેશ તેજસ તારી મમ્મી નું ધ્યાન ન રાખજો, એને દુઃખી થવા ન દેતાં. મને માફ કરશો હું રીતે જઇ રહ્યો છું. ભાઇ આનંદ માફ કરજે, છોકરાવનું ધ્યા ન રાખજે. શિવ લેમિનેટવાળા અશોકભાઇ મારા ભાઇથી વિશેષ છે, મારૂ ખૂબ રાખ્યું છે. અશોકભાઇ માફ કરજો હવે તમને જવાબ દેતા થાકી ગયો છું. કોઇ દિવસ કંઇ પણ તમે બોલ્યા નથી. જરૂરથી વધારે તમારો ઉપયોગ કર્યો છે. કોઇ દિવસ તમે માલની ના નથી પાડી. હું કોઇ દિવસ ટાઇમ પર પૈસા આપી શક્યો નથી. મને માફ કરશો, તમારા જેવી વ્ય ક્તિો દુનિયામાં નહીં થાય. અશોકભાઇ મારી પાસે બીજો કોઇ રસ્તો નથી.’

રાકેશભાઇએ સ્યુસાઇડ નોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબને વિનંતી કરી છે કે, મારા પરિવારને કોઇ હેરાન ના કરે. જેને પૈસા આપવાના છે તેને આપી દીધેલ છે. વધારે પૈસા માટે મારા ગયા પછી મારા પરિવારને કોઇ હેરાન ન કરે. રાજકોટના ઉદ્યોગપતિ, સેવાકીય સંસ્થાઓને નમ્ર અપીલ કે મારો મોટો દીકરો બ્રિજેશ ભણવામાં હોશીયાર છે. પ્લીરઝ તેને મદદ કરશો. બ્રિજેશ ધારૈયાએ કહ્યું હતું કે, બન્ને ભાઇઓ સાથે તેનાં પિતા બહાર થી ભોજન કરીને આવ્યા બાદ બેઠા હતા. ત્યારે કોઇનો ફોન આવ્યો હતો અને પિતા તેને મળવા માટે ગયા હતા…ત્યારબાદ ઘરે પરત ફરીને ચા પિવાની ઇચ્છા વ્યક્ત કરી અને ચા પિધા પછી ઉલટી થઇ ગઇ હતી. જેથી તેને તેની માતા અને સબંધીઓને ફોન કરી ઘરે બોલાવ્યા હતા. પોલીસે તેની પાસે થી કબજે કરેલી સ્યુસાઇડ નોટમાં પણ બિલ્ડર માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું તેને વાંચ્યું છે.

હાલ તો પોલીસે મરવા મજબુર કરનાર બિલ્ડર જમન છગન કનેરીયાની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. પરંતુ મૃતક રાકેશ ધારૈયાએ પોતાની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરતા સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, સુરત ડાયમંડ કિંગ મહેશભાઇ સવાણી, સવજીભાઇ ધોળકીયા તમારો મોટો ફેન છું. મારે તમારી જેમ બિઝનેસ કરવો હતો. પરંતુ સફળતા ન મળી, નસીબે સાથ ન આપ્યોફ. તમને રિક્વેબસ્ટ કરૂ છું કે મારા પરિવારને મદદ કરશો. થઇ શકે તો માફ કરશો…સૌને જયશ્રી કૃષ્ણ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન