Rajkot Heavy Rain Of 4 houses collapsed due to Megharaja's beating, walls had to be demolished for water disposal
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મેઘરાજાના મારથી રાજકોટ તારાજ: 4 મકાનો પડ્યા, પાણી નિકાલ માટે દિવાલો તોડવી પડી

મેઘરાજાના મારથી રાજકોટ તારાજ: 4 મકાનો પડ્યા, પાણી નિકાલ માટે દિવાલો તોડવી પડી

 | 7:11 am IST
  • Share

  • સ્માર્ટ સિટીમાં ભ્રષ્ટાચારના ભારથી કરોડોના માર્ગો ધોવાયા: અણઘડ વહિવટનો નાદાર નમૂનો
  • જંગલેશ્વર, ભગવતીપરા અને આજીકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ સમસ્યાઃ લલુડી વોંકળીએ ફરી એક વખત લોકોના જીવ ઉંચા કરી દીધા, પાણી ઓસરતા સ્થળાંતર કરાયેલા ૯૦૦ લોકો ઘરે પહોંચ્યાં 
  • ગંજીવાડામાં મકાન ધરાશાયી, જંગલેશ્વરમાં દિવાલ પડી: મવડી અને સાધુ વાસવાણી રોડ ઉપર ગંદકીના થર

રાજકોટ રવિ અને સોમના ૩૦ કલાકમાં પડેલા ૨૫ાાઈંચ વરસાદને પગલે તંત્ર લકવાગ્રસ્ત થયું હોય તેમ ચોમેર ગંદકી ફેલાયેલી છે. આજી નદીના કાંઠાળ વિસ્તારમાં પાણી ભરાયા હતા તે ઓસરી ગયા છે પણ તેના કારણે ગંદકીએ માજા મુકી છે. પાણીના નિકાલ માટે દરેક વોર્ડમાં દિવાલ, ડિવાઈડર તોડવાનો વારો આવ્યો હતો. સ્માર્ટ સિટીના દાવા વચ્ચે આજે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા આખા શહેરમાં નહિ હોવાથી શાસકોના અણઘડ વહિવટનો ઉતમ નમૂનો સામે આવ્યો હતો.

શહેરના જંગલેશ્વર, ભવાનીનગર, રામનાથપરા, હાથીખાના વિગેરેમાં પાણી ભરાતા અનેક ઘરમાં પાણી ઘુસતા લોકોની ધરવખરી પલળી હતી. ગઈ કાલે હાથીખાના ચુનારાવાડ ચોકમા ંમકાન પડયા બાદ આજે વધુ એક મકાન ગંજીવાડા ૩૭માં પડી ગયું હતું. આ ઉપરાંત જંગલેશ્વરમાં એક દિવાલ પણ પડી ગઈ હતી જો કે, સદભાગ્યે આ મકાન કે દિવાલ પડવામા કોઈ જાનહાની થઈ નથી.

શહેરમાં પાણી નિકાલ માટે મનપાની ટીમોએ દોડવું ન પડયું હોય તેવો કોઈ વિસ્તાર નથી. આ વરસાદમાં જયાં કદી પાણી નથી ભરાયા તેવી સોસાયટીઓમાં પણ પાણી ભરાવાનું શરૂ થયું હતું જો કે, વરસાદ ધીમો પડી જતા વેસ્ટ ઝોનની આ સોસાયટીઓમાં પાણી ભરાયા ન હતા.વોર્ડ નં.૨મા ગાયત્રીધામ સોસાયટી પાસે દિવાલ તોડીને પાણીનો નિકાલ કરવો પડયો હતા . વોર્ડ ૦૩ માધાપર ચોકડી બસ સ્ટેશન પાસે તેમજ નજીકની અન્ય બે સોસાયટીમા પણ દિવાલ તોડીને પાણીનો નિકાલ કરવો પડયો હતો.વોર્ડ નં ૪ભારે વરસાદ બાદ આજે બાવાજીવાસ અને મિયાણાવાસમાંથી ૨૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તોવોર્ડ નં.૫માં માલધારી સોસાયટી તથા નવાગામ મેઈન રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરાવેલ..

વોર્ડ નં. ૦૬ ના સિતારામ નગર રોડ પર પાણી ભરાઈ જતાં પાણીનો નિકાલ કરાવેલ. અંબિકા સોસાયટીમા ભરાઈ ગયેલ પાણીનો નિકાલ કરાવેલ, મનહર પરા ૬મા રસ્તા પર પડેલ મોટા ભુવાનો તવારિત મોરમ ભરી રસ્તો ચાલવા યોગ્ય બનાવવો પડયો હતો.

અક્ષરમેઇન રોડ પર સ્પીડબેકરની સાઇડ તોડી રોડ પર ભરાતુ પાણીનો નિકાલ કરાવેલ છે. નીલકંઠ નગર ૪, ગાંધી નગરશેરી નંબર ૮, દિપક સોસાયટી, રીધ્ધી સિદ્ધિ સોસાયટી, રૈયા ગામ ચોક વગેરે વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં મેઇન હૉલ ખોલાવી પાણીનો નિકાલ કરાવેલ. રૈયા રોડ, યુનીવર્સીટી રોડ, સાધુ વાસવાણી રોડમાં ગાબડા પડયા છે. જેનું સમારકામ હાથ ધરવામા આવી રહયું છે. રૂ વોર્ડ નં ૧૨ ના ગોપાલપાર્ક, વિનાયક નગર, અન્ય લાગુ વિસ્તાર, તેમજ ગોપાલપાર્ક મેઇન રોડ, શિવ સાગર હોલ પાસે ઉપરવાસથી પાણી આવતું હોય, બોટલનેક વિસ્તાર હોય જેસીબી તેમજ મજૂરો દ્વારા ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરાવવામાં આવેલ.

વોર્ડ નં. ૧૩ ગોંડલ રોડ ઉપર પાણી ન ભરાઈ અને રસ્તો ચાલુ રહે તે માટે ટીમો કાર્યરત રહી હતી.વોર્ડ નં.૧૪માં લલૂડી વોકડીમા તા.૧૩/૦૯/૨૧ ના રોજ વરસાદ ના લીધે પાણી નું લેવલ ખૂબજ વધી જતા લોકોના ઘરમાં પાણી આવી ગયેલ અને અધિકારીઓએ દોડી આવી રેસ્કયુ શરૂ કરાવ્યું હતું.

જંગલેશ્વર સ્કૂલ નં ૭૦ માં પાણી ભરાતા જેસીબી વડે દીવાલમાં હોલ પાડી પાણી નિકાલ કરેલ. જંગલેશ્વર સ્કૂલ નં ૭૦ નજીક વોકળા પાસે પાણી ભરાતા જેસીબી વડે વોકળાના પતરા દૂર કરી પાણી નિકાલ કરેલ. વોર્ડ નં.૧૭માં ઘનશ્યામ નગર શેરી નં ૫-૬ માં વરસાદી પાણીનો ભરાવો થતા ૨ પંમ્પ મુકી પાણીનો નિકાલ કરાવેલ. ગીતાજંલી સોસાયટી શેરી-૧ બંધશેરીમાં વરસાદી પાણી ભરાઈ જતા દીવાલમાં હોલ કરીને પાણીનો નિકાલ કરાયો હતો વોર્ડ નં ૧૮માંકોઠારીયા ચોકડીથી અમદવાદ બાજુ નેશનલ હાઇવેની બાજુમા આવેલ વોકડામા પાણી ભરાતા ૭૦ લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા હતા. રાતભર ટીમો દોડતી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો