Rajkot Heavy Rain To Social Media Video Viral Paddhari Khijadiya, about 40 cattle were stranded in the water
  • Home
  • Videos
  • Featured Videos
  • રાજકોટના ખીજડીયા ગામે દુ:ખની લાગણી પ્રસરી જાય તેવા LIVE દ્રશ્યો કેમેરામાં કેદ, 40 પશુઓ વેગમાં તણાયા

રાજકોટના ખીજડીયા ગામે દુ:ખની લાગણી પ્રસરી જાય તેવા LIVE દ્રશ્યો કેમેરામાં કેદ, 40 પશુઓ વેગમાં તણાયા

 | 11:58 am IST

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે અતિ ભારે વરસાદ પડવાથી ગામની ગૌશાળામાંથી 40 જેટલા મૂંગા પશુઓ પાણીના વેગમાં તણાઈ ગયા હોવાના ગમખ્વાર સમાચાર મળી આવ્યા છે.

હાલ સોશિયલ મીડિયામાં તેનો એક વીડિયો વાયરલ થયો છે. ભારે વરસાદના પગલે ગૌશાળામાં રહેલા 40 જેટલા પશુઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાંથી એક ગાયનો જોખમી બચાવ થયો હતો. જ્યારે અન્ય પશુઓ પાણીના વેણમાં તણાયા હતાં. આ વીડિયો સામે આવતા પશુપ્રેમીઓમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ હતી. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક મહિલાને જીવદયા તણાતી હોવાથી તેના મોઢામાંથી શબ્દો સરી પડે છે કે, હે મેલડી માતાજી હવે આ વરસાદને રોકો, આ ગાયોને બચાવો. નજરની સામે જ ગાયો તણાતી જોઇ મહિલા અંદરો અંદર દુ:ખી થતી હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે પડધરી પંથકમાં ગઇકાલથી મૂશળધાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આથી અમુક ગામો બેટમાં ફરવાયા છે. ગામની વચ્ચે નદી પસાર થતી હોય તેવું વીડિયોમાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન