Rajkot Heavy To Heavy Rain: Lodhika taluka Near Chhapra village near Khirsara Car stranded rushing water on the roof
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજકોટમાં વરસાદના કારણે તારાજીના દ્રશ્યો: ધસમસતા પાણીના પ્રવાહમાં કારનો તણાતો Video વાયરલ

રાજકોટમાં વરસાદના કારણે તારાજીના દ્રશ્યો: ધસમસતા પાણીના પ્રવાહમાં કારનો તણાતો Video વાયરલ

 | 12:27 pm IST
  • Share

રાજ્યમાં ભારે વરસાદના કારણે હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોધિકા તાલુકામાં પણ સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદથી ધુડિયા- દોમડા ગામના કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત લોધિકા તાલુકો બન્યો છે. લોધિકા ઉપરાંત ઉપરવાસમાં સારા વરસાદના કારણે લોધિકા તાલુકાના અનેક ચેકડેમો ઓવરફ્લો થયા છે. ચેકડેમોના પાણી દોમડા ગામના રસ્તા પર ફરી વળ્યા હતાં. ધોધમાર વરસાદના કારણે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની ખીરસરા ગામની મહાદેવડી નદીના રિવરફ્રંટમાં ઘોડાપૂર આવ્યુ છે. જેના કારણે નદી નાળાઓ અને ચેકડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. એવામાં સારા વરસાદથી લોધિકા તાલુકાની ખીરસરા ગામની મહાદેવડી નદીના રિવરફ્રંટમાં ઘોડાપૂર આવ્યુ છે.

રાજકોટ-કાલાવાડ-જામનગર હાઈવે ઉપર ખીરસરા પાસે છાપરા ગામ નજીક ભારે પૂરમાં એક આખે આખી કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. કારમાં સવાર બે લોકો લાપતા પણ બન્યા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે કાલાવડ તાલુકાના નિકાવા નજીક આવેલ પેલિકન રોટોફ્લેક્સ કંપનીના માલિકની ગાડી પાણીમાં તણાઈ હોવાના સમાચાર છે. રાજકોટથી આવતા છાપરા ગામની ગોલાઈમાં ગાડી નીચે ઉતરી જતાં ગાડી ધસમસતા પાણીમાં તણાઈ હોવાની ઘટના બની છે. કારમાં સવાર પેલિકન કંપનીના કિશન ભાઈ અને ડ્રાઇવર ગાડીમાં હોવાથી બન્ને પાણીમાં લાપતા બન્યા છે. આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પેલિકન કંપનીના માલિકો દોડી આવ્યા છે અને કિશનભાઈ અને કારના ડ્રાઈવરની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે નોંધનીય છે કે, રાજકોટના ગોંડલમાં મોડી રાત્રે ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. દિવસ દરમિયાન દોઢથી બે ઈંચ વરસાદ બાદ રાત્રીના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના વછરાડાનો વાળો, ગુંદાડા દરવાજો, બસ સ્ટેંડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ગોંડલ તાલુકામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસી ગયો છે. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમનો સૌથી વધુ 31 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

રાજકોટના ઉપલેટા તાલુકામાં સાડા ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઉપલેટા તાલુકાના ગઢડા ગામે આવેલી મોજ નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. મોજ નદી બે કાંઠે વહેતી થતા મોજ નદી પરનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

રાજકોટ શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદના કારણે આજી-2 ડેમમાં નવા નીર આવ્યા હતાં. સૌરાષ્ટ્રના ડેમ પૂર્ણતઃ સપાટીએ પહોંચતા ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતા રાજકોટની મધ્યમાંથી પસાર થતી આજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. હાલ આજી નદી કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિર નજીકથી જોરદાર પાણી વહી રહ્યા છે.

આજી-2 ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ ખોલાતા નીચાણવાળા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોને એલર્ટ કરાયા છે. જિલ્લા પ્રશાસને ઉપરોક્ત ગામોના લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર નહીં કરવા સૂચના આપી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો