Rajkot In 21 people, including Rajbha Zala, joined the AAP, with AAP minister Gopalrao attending a video conference
  • Home
  • Corona Live
  • રાજકોટના રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલ, રાજભા ઝાલા સહિત 21 લોકો AAPમાં જોડાતા ખળભળાટ

રાજકોટના રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલ, રાજભા ઝાલા સહિત 21 લોકો AAPમાં જોડાતા ખળભળાટ

 | 9:35 am IST

રાજકોટના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રાજકોટમાં આજે રાજભા ઝાલા સહિત 21 લોકો AAPમાં જોડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજભા ઝાલા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે, ત્યારે AAPના મંત્રી ગોપાલરાય વીડિયો કોન્ફરન્સથી હાજર રહ્યા હતા અને તેમના સાંનિધ્યમાં રાજભા ઝાલા સહિત 21 લોકો આપમાં જોડાયા છે. શિવલાલ બારસિયા સહિત 21 લોકો AAPમાં જોડાયા છે. એવું જાણવા મળી રહ્યું છે કે રાજકોટમાં AAPનું સંગઠન મજબુત કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજભા ઝાલા સહિત 21 લોકો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાત આપના પ્રભારી અને દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલરાયની ઉપસ્થિતિમાં વીડિયો કોંફોરન્સ મારફત તમામ લોકો આપમાં વિધિવત રીતે જોડાયા છે. રાજભા ઝાલાની સાથે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન શિવલાલ બારસિયા, રાજકોટ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નૈમિશ પાટડીયા સહિત 21 લોકો આપમાં જોડાયા છે.

એવું કહેવાઈ રહ્યું છે કે, દિલ્હીમાં આપની જીત બાદ રાજકોટમાં આપનું સંગઠન મજબૂત બનાવવા આપની કવાયત તેજ બનાવવામાં આવી રહી છે. લોકડાઉન પહેલા આપની એક મિટિંગ થઇ હતી. જેમાં આ તમામ લોકો આપમાં જોડાવવા નક્કી થયું હતું. લોકડાઉનના સમય દરમિયાન કોઇ પણ લોકો એકઠા ન થઇ શકે માટે ગઇકાલે રાત્રે વીડિયો કોંફોરન્સથી રાજભા સહિત 21 લોકો આપમાં જોડાઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ એવી વાત સામે આવી હતી કે રાજકોટમાં રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અમદાવાદમાં મુલાકાત કરી હતી. એવી પણ માહિતી મળી હતી કે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યાં છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત બહુમત મેળવીને દિલ્હીની સત્તા ફરી મેળવી છે. ત્યારે પાર્ટી હવે રાષ્ટ્રીય સ્તરે વ્યાપ વધારવાની કોશિશમાં છે. ગુજરાતમાં પણ તે હવે અનુભવી ચહેરાઓની શોધમાં છે.

જુઓ આ પણ વીડિયો: સુરતમાં વધુ 5 વિસ્તાર ક્લસ્ટર ઝોન જાહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન