Rajkot In Dussehra pays Rs. 50 per kg for sweets and Rs. An increase of 40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોંઘવારીના માર ઉપર બેવડો માર: જાણો દશેરાએ મીઠાઈમાં કેટલો ભાવ વધારો થશે?

મોંઘવારીના માર ઉપર બેવડો માર: જાણો દશેરાએ મીઠાઈમાં કેટલો ભાવ વધારો થશે?

 | 6:29 am IST
  • Share

  • પેટ્રોલ, ડિઝલ, દૂધ, તેલ સહિતની ચીજવસ્તુમાં થયેલ ભાવ વધારાની અસર
  • મોંઘવારીના માર ઉપર બેવડો માર, મધ્યમ-ગરીબ પરીવારોને મીઠાઈ ખાવા નહી મળે, મીઠાઈનો ભાવ ૪૮૦થી ૧૨૦૦ રૂપિયા
  • આ વર્ષે રાજકોટવાસીઓ ઉપર મીઠાઈ ખરીદીમાં રૂા.૩૦ લાખનો અને ફરસાણમાં રૂા.૧૦ લાખનો વધારાનો બોજ પડશે

દશેરાએ મોંઘવારીનો ‘રાવણ’ આ વખતે ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારોના ઘરનું બજેટ ઉપર તરાપ મારનાર છે વિજ્યાદશમીના પર્વની રાજકોટમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પરતું આ વખતે તહેવારને મોંઘવારીનો બેવડો માર પડયો છે. દૂધ, તેલ, પેટ્રોલ-ડિઝલ સહિતની ચીજવસ્તુઓમાં બેફામ ભાવવધારાના કારણે મીઠાઈમાં કિલોએ રૂા.૫૦ અને ફરસાણમાં કિલોએ રૂા. ૪૦નો વધારો કરવામાં આવ્યો છે.

રાજકોટમાં હોલસેલ મીઠાઈ બનાવનાર શિવ શકિત ડેરીના સંચાલક જગદીશ અકબરીએ જણાવ્યું હતું કે દૂધ, તેલ, લોટના ભાવમાં વધારો થતા આ વખતે મીઠાઈ મોંઘી બની ગઈ છે દશેરાના તહેવાર ઉપર રાજકોટમાં ૬૦ હજાર કિલો મીઠાઈનું વેંચાણ થાય છે ગત વર્ષે શહેરમાં મીઠાઈના ભાવ ૪૪૦ આસપાસ હતો તેમાં આ વર્ષે રૂા.૪૦-૫૦નો વધારો થયો છે. જયારે ફરસાણનું ૨૫૦૦૦ કિલો આસપાસ વેંચાણ થાય છે વિવિધ કઠોળના ભાવમાં વધારો થતા લોટના ભાવ વધ્યા છે આ વખતે ફરસાણમાં કિલોએ રૂા.૪૦નો વધારો થયો છે.

સંતોષ ડેરીના સંચાલક ભરતભાઈના જણાવ્યા પ્રમાણે દશેરાએ સૌથી વધુ મીઠા સાટા અને ઘારીનું વેંચાણ થાય છે ગત વર્ષે મીઠા સાટના ભાવ ૪૦૦થી ૪૩૦ સુધીના હતા તે આ વખતે રૂા.૪૮૦ થઈ ગયા છેે જયારે ઘારીના ભાવ ૯૦૦ રૂપિયા થઈ ગયા છે આમ મીઠાઈમાં ઓણસાલ ૧૦થી૧૫ ટકા સુધીનો વધારો થયો છે. જયારે ફરસાણમાં ગત વર્ષે ગાઠીયા, ચેવડો, ચવાણુના ભાવ ૨૦૦થી૨૫૦ સુધીનો ભાવ હતો તેમાં હવે રૂા. ૪૦ સુધીનો વધારો થયો છે.

આમ દશેરાના તહેવારમાં મીઠાઈના ભાવમાં વધારો થતા ઓણસાલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મીઠાઈ ખાવા નહી પણ જોવા મળશે કરાણે કિલો મીઠાઈના ૫૦૦થી વધુ ભાવ હોવાના કારણે દશેરા પર્વની ઉજવણી કરવી કઠીન બની ગઈ છે તેના કારણે અનેક પરીવારના બજેટ અસ્તવ્યસ્ત બની ગયા છે.

એક દિ’માં ૮થી ૧૦ કરોડની મીઠાઈનું થશે વેંચાણ

દશેરાના તહેવારમાં રાજકોટમાં એક જ દિવસમાં રૂા.૮થી૧૦ કરોડની મીઠાઈનું વેંચાણ થવાનો અંદાજ છે.ચાલુ વર્ષે મીઠાઈના ભાવમાં વધારો થતા આ વર્ષે રાજકોટવાસીઓ ઉપર મીઠાઈ ખરીદીમાં રૂા.૩૦ લાખનો અને ફરસાણમાં રૂા.૧૦ લાખનો વધારાનો બોજ પડનાર હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

કઈ મીઠાઈના કેટલા ભાવ ?

મીઠાઈ ભાવ કિલોમાં
દુધની મીઠાઈ ૪૦૦થી૫૦૦
માવાની મીઠાઈ ૪૦૦થી૫૦૦
કાજૂકતરી ૮૪૦થી ૧૦૦૦
મીકસમીઠાઈ ૪૮૦થી૬૦૦
ઓરેન્જ લાડુ ૫૬૦
મહારાજા હલવો ૯૦૦૦
ડ્રાઈફ્રુટ મીઠાઈ ૧૦૦૦થી ૧૨૦૦

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો