Rajkot In Eye Infaction To 175 People All Take Treatment In Civil Hospital
  • Home
  • Featured
  • રાજકોટમાં પુત્રની સગાઇમાં મોકરશી પરિવારને મોટું વિધ્ન નડ્યું, પ્રસંગમાં આવેલા 175 લોકોને આંખોમાં સોજા

રાજકોટમાં પુત્રની સગાઇમાં મોકરશી પરિવારને મોટું વિધ્ન નડ્યું, પ્રસંગમાં આવેલા 175 લોકોને આંખોમાં સોજા

 | 12:04 pm IST

આપણે ઘણી વખત એવી ઘટનાઓ સાંભળી હશે કે લગ્ન કે કોઇ સારા પ્રસંગે એવી કોઇ ઘટના બને જેનાથી આખો પ્રસંગ દુ:ખમાં ફેરવાઇ જતો હોય છે. આવો જ એક પ્રસંગ રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોકરશી પરિવારના 175 લોકોને આંખમાં પાણી નીકળતી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં તમામ લોકોને આંખમાં ઈન્ફેક્શન લાગ્યાની ઘટના સામે આવી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોકરશી પરિવારમાં દીકરાની સગાઇ પૂર્વે દાંડીયારાસનો કાર્યક્રમ હતો. જે અંતર્ગત આવેલા તમામ મહેમાનો પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા, ત્યારે અચાનક તમામ 175 લોકોની આંખમાં ઈન્ફેક્શન લાગ્યાની ઘટના બની હતી. 175 લોકોને આંખમાં પાણી નીકળતી હોવાની ઘટના સામે આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાને પગલે પરિવારના તમામ લોકો તેમજ સગાઓને શહેરની સિવિલ હોસ્પીટલમાં આવેલ આંખની હોસ્પિટલમાં વહેલી સવારે સારવાર કરાવવાની ફરજ પડી હતી. પરિવારના તમામ સભ્યોની આંખમાં બળતરા તેમજ લાલાશ જોવામાં મળી હતી.

આ ઘટનામાં દર્દીઓની સારવાર કરેલી રહેલા આંખની હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, મોકરશી પરિવારના 175 લોકોને વહેલી સવારના પાંચ વાગ્યાથી લઈને સવારના નવ વાગ્યા સુધીમાં સારવાર આપવામાં આવી છે. દર્દીઓની આંખ પાણીથી સાફ કરાવીને આંખનાં ટીપાં નાખવામાં આવ્યા હતા. સારવાર બાદ 24 કલાકમાં આંખ પહેલા જેવી થઈ જશે. બીજી તરફ ગણતરીની કલાકોમાં જ પરિવારમાં સગાઈની વિધિ હોવાથી પરિવારજનો પરેશાન થયા છે.

મોકરશી પરિવારના વડીલોએ જણાવ્યું હતું કે, આજે સવારે પાંચ વાગ્યે તકલીફ ખૂબ વધી ગઈ હતી. બાળકોને વધારે અસર પહોંચી છે. બાળકો આંખ પણ ખઓલી શકતા નહોતા. ત્યારબાદ તાબડતોબ અમે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સારવાર બાદ અમને તાત્કાલિક 50 ટકાથી વધારે રાહત છે.

આ પણ જુઓ વીડિયો: ગીર સોમનાથમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન