Rajkot In Make a call to team for vaccination at home
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એક કોલ કરો અને ઘરે વેક્સિનેશન માટે ટીમ બોલાવો

એક કોલ કરો અને ઘરે વેક્સિનેશન માટે ટીમ બોલાવો

 | 6:16 am IST
  • Share

  • આજથી બીમાર, દિવ્યાંગ, અશક્ત, ૬૦ પ્લસ માટે ખાસ સુવિધા
  • ધાત્રી માતા અને સગર્ભા મહિલાઓને પણ ઘરે રસીકરણ
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ શરૂ કરાયેલ છે

રાજકોટમાં બાકી રહેલા ૨૨૦૦૦ લોકોને આવરી લઈ પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પુરી કરવા માટે ચાલી રહેલી દોડધામમાં મનપાએ નવો અભિગમ વરિષ્ઠ, બિમાર, જૈફ નાગરિકો તેમજ સગર્ભા અને ધાત્રી માતા માટે અપનાવી ઘર બેઠા વેક્સિનેશન શરૂ કર્યું છે.

શહેરમાં ચાલી રહેલ વેકસીનેશન કામગીરીમાં શહેરને ૧૦૦% વેકસીનેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં નિયત કરેલ કોરોના વેકસીન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે જે વેકસીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે આવતીકાલ તા. ૧૩ થી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘરે બેઠા કોરોના વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

બીમાર, પથારીવશ, દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત, ૬૦ વર્ષથી મોટી ઉમરના લોકો, સગર્ભા માતા અને ધાત્રી માતાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ વાન મારફ્ત ઘર બેઠા કોરોના વેકસીન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના બીમાર, પથારીવશ, દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત, સગર્ભા માતા અને ધાત્રી માતાને વેક્સીન લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ શરૂ કરાયેલ છે અને તેમાં ફોન કરવાથી ઘરે આવીને કોરોના વેકસીન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

હેલ્પલાઈનમાં કયારે નામ નોંધાવવા, શું વિગતો આપવી

– લાભાર્થીએ હેલ્પલાઇન નંબર પર સવારના ૦૯ઃ૦૦ થી સાંજના ૦૫ઃ૦૦ વાગ્યા સુધી જ ફેનમાં વેકસીન લેનારની વિગત નોંધાવવાની રહેશે.

– હેલ્પલાઇન કંટ્રોલ રૂમમાંથી જે-તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓને જે-તે આરોગ્ય કેન્દ્ર દ્વારા વેકસીનની સેવા લાભાર્થીને ઘરે પુરી પાડવામાં આવશે.

– વેકસીનના સ્ટોકની ઉપલબ્ધી, વેકસીન સેસનના સમય, જે-તે આરોગ્ય કેન્દ્રના લાભાર્થીની સંખ્યા વિગેરે બાબતો તથા વેકસીન ગાઈડલાઈનને અનુસરીને હેલ્પલાઇનમાં મળેલ માહિતી બાદ ૨૪ થી ૪૮ કલાકમાં લાભાર્થીને ઘરે વેકસીન આપવાની વ્યવસ્થા ગોઠવેલ છે.

– હેલ્પલાઇનમાં લાભાર્થીએ મોબાઈલ નંબર, રહેણાંકનું પૂરું સરનામું, વેકસીનના પ્રથમ કે બીજા ડોઝની માહિતીઅચૂક લખાવવાની રહેશે.

– જ્યારે પણ કોર્પોરેશનની વેકસીનેશન ટીમ ઘરે રસી આપવા માટે આવે ત્યારે લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર તથા લીધેલ વેકસીનની વિગત સ્થળ પર અચૂકપણે રાખવાની રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો