rajkot in romiyogiri than youth Caution
  • Home
  • Featured
  • રોમિયોગીરી કરતા યુવાનો સાવધાન, મેગા ડ્રાઈવ બાદ શરૂ કરાઈ ‘રોમિયો ડ્રાઈવ’

રોમિયોગીરી કરતા યુવાનો સાવધાન, મેગા ડ્રાઈવ બાદ શરૂ કરાઈ ‘રોમિયો ડ્રાઈવ’

 | 12:45 pm IST

હાલ શહેરમાં હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ અને સરકાર એકશનમાં આવી ગઈ છે, અને શહેરમાં ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિકની સમસ્યાને હલ કરવાના રસ્તાઓ શોધી રહી છે. શહેરમાં મેગા ડ્રાઈવ બાદ હવે રાજકોટ ક્રાંઈમ બ્રાચ અનોખું એક્શન લેવા જઈ રહી છે. અને તે છે રોમિયો ડ્રાઈવ..

તમને જણાવી દઈએ કે, આજકાલ કોલેજની બહાર અને જાહેર રસ્તાઓ પર રોમિયોગીરી કરતા યુવકો બહાર બેસીને છોકરીઓની છેડતી કરતા હોય છે. આવા રોમિયોગીરી કરતા યુવકો માટે આ સમાચાર આંચકારૂપ સાબિત થઈ શકે છે.

હવેથી રાજકોટમાં કોલેજ બહાર ક્રાઈમ બ્રાંચ રોમિયો ડ્રાઈવ કરવા જઈ રહ્યું છે. રોમિયા ડ્રાઈવ વખતે ટપોરીવેડા કરતા અનેક યુવકો ક્રાઈમ બ્રાંચની ઝપટે ચડ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે આવા રોમિયોને સરાજાહેરમાં ઉઠક-બેઠક કરાવી હતી.