Rajkot In transgender people were abducted by transgender people and beaten up in public
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજકોટમાં કિન્નરોએ ટ્રાન્સજેન્ડરનું અપહરણ કરી સરાજાહેરમાં કરી મારકુટ, ગુપ્તભાગનો વીડિયો ઉતારી કર્યો વાયરલ

રાજકોટમાં કિન્નરોએ ટ્રાન્સજેન્ડરનું અપહરણ કરી સરાજાહેરમાં કરી મારકુટ, ગુપ્તભાગનો વીડિયો ઉતારી કર્યો વાયરલ

 | 5:17 pm IST
  • Share

રાજકોટમાં લોધાવાડ ચોકમાં નકલી કિન્નર હોવાના આક્ષેપથી કેટલાક કિન્નરોએ સરાજાહેર મારકૂટ કરી નગ્ન કરી પ્રાઈવેટ પાર્ટનો વીડિયો વાયરલ કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે માલવીયા નગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવને પગલે સોશિયલ મીડિયા પર જસ્ટીસ ફોર પાયલ નામની ઝુંબેશ શરૂ થતા પાયલને ન્યાય અપાવવા માટે મહારાષ્ટ્ર, ગાંધીનગરના આરટીઆઈ એક્ટિવીસ્ટ, એડવોકેટ અને કોમ્યુનીટી માટે કામ કરતી એજીઓ પણ વ્હારે આવી હોવાનું બહાર આવ્યું છે.

મુળ સુરેન્દ્રનગરની અને હાલ મવડી નજીક ગુરુપ્રસાદ ચોક પાસે રહેલી પાયલ નામની ટ્રાન્સવુમન પર લોધાવાડ ચોક પાસે યુવતીના કપડાં પહેરીને ઉભી હતી ત્યારે ત્રણથી ચાર કિન્નરોએ સરાજાહેર મારકૂટ કરી પ્રાઈવેટ પાર્ટનો વીડિયો વાયરલ કરતા માલવીયા નગર પોલીસ મથકના પીઆઈ ભુકણ સહિતના સ્ટાફે તપાસ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં પાયલ પાંચક દિવસ પહેલા તેના ઘરે હતી ત્યારે રિક્ષામાં આવેલા અજાણ્યા શખસોએ અપહરણ કરી લોધાવાડ ચોકમાં લઈ આવી સરાજાહેર મારકૂટ કરી હતી. નગ્ન કરી પ્રાઈવેટ પાર્ટનો વીડિયો ઉતારી કિન્નરોના ગ્રુપમાં વાયરલ કર્યો હતો.

પાયલે વધુમાં જણાવ્યું હતું કે, કિન્નરોએ મારકૂટ કરી વાળ પણ કાપી નાખ્યા હતા અને લીમડા ચોકમાં લઈ જઈ પોલીસને હવાલે કરતા અગાઉ એ ડિવિજન પોલીસે કાર્યવાહી કરી હતી આ ઘટના બાદ ડરી ગયેલી પાયલ હાલમાં તેના ઘરમાંથી બહાર પણ નીકળતી નથી. આ ઘટના બાદ પાયલને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં #justiceforpayal ના હેશટેગસાથે જોરશોરથી ઝુંબેશ શરૂ થઇ છે.

ટ્રાન્સજેન્ડર પાયલે પોતાની સાથે થયેલા અભદ્ર વર્તન વિરુદ્ધ પોલીસને રજુઆત કરવા પહોંચી હતી જેના પ્રતિકાર રૂપે કિન્નરોએ કહ્યું હતું કે, પાયલ મહિલાના કપડા પહેરી કિન્નર તરીકે માંગવા નીકળે છે તથા કિન્નરોના ગુરૂ વિશે પણ એલફેલ બોલે છે.’ સર્વત્ર કિન્નરો પર આક્ષેપો થતા કિન્નરોએ આ દેખાવ કર્યા હતા.

જુઓ આ પણ વીડિયો: ઈંધણના ભાવ મુદ્દે નિર્મલા સીતારમણનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન