NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટઃ વગર ટિકિટે પરિવારને IPL જોવા લઇ જતા PSIની દાદાગીરી, SPએ આપ્યા તપાસના આદેશ

રાજકોટઃ વગર ટિકિટે પરિવારને IPL જોવા લઇ જતા PSIની દાદાગીરી, SPએ આપ્યા તપાસના આદેશ

 | 2:09 pm IST

18 એપ્રિલે રાજકોટમાં રમાયેલી રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત લાયન્સ વચ્ચેની મેચ જોવા માટે એક પીએસઆઈ વગર ટિકિટે મેચ જોવા લઇ જવાની ઘટના બની હતી. જેનો વીડિયો ભારે વાઇરલ થયો હતો. જોકે, આ અંગે વીછિયા પોલીસ મથકના પીએસઆઈ વિરૂદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે એસપીએ તમામ ઘટનાની તપાસ ડીવાયએસપીને સોંપી કડક તપાસના આદેશ પણ કર્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

rajkot ipl-1

ઉલ્લેખનીય છે કે, ગત 18 એપ્રિલે રાજકોટ ખાતે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત લાયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ પોલીસ વાહનોમાં પોતાની ફેમિલીને લઇને મેચની ટિકિટ કે પાસ વિના પોતાની કાર અંદર લઇ જઈ રહ્યા હતા. ગેઇટ પર હાજર સિક્યુરિટી ગાર્ડે પોલીસ વાહન રોકી તેમાં સવાર પોલીસના પરિવારજનો ની ટિકિટ માંગતા પોલીસ ઉશ્કેરાયા હતા. એટલું જ નહીં, તેમણે ગાર્ડની દકરકાર કર્યા વિના કાર અંદર જવા દીધી હતી. બીજી તરફ સિક્યુરીટી ગાર્ડે પોલીસની જીપ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

rajkot ipl

ગાર્ડે કાર સામે ઊભા રહી રોકવા પ્રયાસ કરવા છતાં રોકી ન હતી. ન છૂટકે તેણે ઊંધા પગે દોડીને રોકવાનો પ્રયાસ જારી રાખ્યો હતો. જેથી પોલીસ અધિકારી કારમાંથી ઉતરી ગાર્ડને દૂર કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ટિકિટ વગર પ્રવેશ ન કરવાની જીદ સામે તેમનું કંઈ ચાલ્યું ન હતું અને ત્યાંથી ચાલતા જતાં વીડિયોમાં જોવા મળે છે. આ મામલે રાજકોટ એસપીએ ડીવાયએસ કક્ષાના અધિકારીને તપાસ સોંપી છે. રાજકોટ રૂરલ એસ.પી.એ જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતી મેળવી તપાસ કરવામાં આવશે. કંઇ પણ ખોટું કર્યાનું બહાર આવશે તો ત્વરિત પગલાં લેવામાં આવશે.

1
;