Rajkot : Lover tried to burn his Girfriend but He got burned
  • Home
  • Gujarat
  • પ્રેમિકા તાબે ન થતા જીવતી સળગાવી પરંતુ પ્રેમી જ મોતને ભેટ્યો, કારણ કે…

પ્રેમિકા તાબે ન થતા જીવતી સળગાવી પરંતુ પ્રેમી જ મોતને ભેટ્યો, કારણ કે…

 | 6:32 pm IST

આજે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમીઓ એકબીજાને મળતા હોય છે અને જીવીશું ત્યાં સુધી સાથે જીવવાના વચન આપતા હોય છે ત્યારે રાજકોટમાં કાળભૈરવના મંદિરનો પુજારી પોતાની પ્રેમિકાને પામવા અનેક પ્રયાશો કર્યા પરંતુ પરિણીતા પોતાને તાબે નથતા વેલેન્ટાઇનડેના પૂર્વે કાલભૈરવના મંદિરે મહિલાને લઈ જઈ ને કહ્યું,’તું મારી નહિ તો કોઈ ની નહિ’ કહી કેરોસીન છાટી તેને આગ ચાપી દીધી હતી. જોકે પ્રેમિકા વધારે સળગવા લાગતા પ્રેમી રાહુલે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને અંતે પોતે પણ દાજ્યો હતો જેના કારણે તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમા સારવાર દરમિયાન અંતે તે મૃત્યુ પામ્યો હતો.

રાજકોટના મોટા મહુવા નજીક લક્ષ્મી ઢોરા પાછળ આવેલ કાળભૈરવ મંદિરના પૂજારી બોની દ્વારા પૂર્વી નામની પરિણીતાને જીવતી સળગાવી હતી. પૂજારી બોનીને ત્યાં છૂટક મજૂરી કામ કરતી પરિણીતાને ફોન કરી બોલાવી અને બાદમાં તેને લગ્ન કરવા કહેવામાં આવ્યું અને જો નહીં કરે તો સળગાવી દઈશ તેવી ધમકી આપી હતી અને મહિલા લગ્ન માટે ઇન્કાર કરતા કેરોસીન છાંટી જીવતી સળગાવી હતી.. મહિલાને સળગાવતા પૂજારી પોતે પણ દાજ્યો હતો હાલ મહિલાને સિવિલ હોસ્પિટલમાં અને પૂજારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામા આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન પુજારીનું મોત નીપજ્યું છે.

જોકે સમગ્ર ઘટના બનાતાજ સમગ્ર મામલે યુનીવર્સીટી પોલીસે તપાસ શરૂ કરી બાદમાં SCST સેલના ACPને તપાસ સોંપવામાં આવી હતી ત્યારે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન લેવામાં આવ્યું અને રાહુલ ઉર્ફે બોની દ્વારા તેને કેરોસીન છાંટી સળગાવી હતી. જોકે પોલીસે મહિલાના નિવેદન બાદ હત્યાની કોશિશની ફરિયાદ લઇ પોલીસ કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ આરોપી રાહુલ ઉર્ફે બોનીનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન