રાજકોટ: પુજારી પ્રેમમાં થયો પાગલ, પરિણીતાને જીવતી સળગાવી - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટ: પુજારી પ્રેમમાં થયો પાગલ, પરિણીતાને જીવતી સળગાવી

રાજકોટ: પુજારી પ્રેમમાં થયો પાગલ, પરિણીતાને જીવતી સળગાવી

 | 7:44 pm IST

એક તરફી પ્રેમ માણસને પાગલ બનાવી નાંખે છે, એક તરફી પ્રેમમાં પાગલ લોકો ક્યારેક એવું કરી બેસે છે કે, પાછળથી પછતાવવાનો વારો આવે છે. રાજકોટમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરણિત યુવતીને જીવતી સળગાવી દીધાના સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના મોટામહુવા ગામ પાસે કાળભૈરવ મંદિરના પુજારીએ એક તરફી પ્રેમમાં પાગલ બની પરિણીતાને જીવતી સળગાવી દીધી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં પીડિત પરણીતાની હાલત ગંભીર હોવાથી તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ રાજકોટ તાલુકા પોલીસને થતા પોલીસ હોસ્પિટલમાં પહોંચી ગઈ છે.

મોટમહુવા પાસે આવેલા કાળભૈરવના પુજારીએ પરિણીતાને જીવતી સળગાવી નાંખવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, પુજારી એક તરફી પ્રેમમાં એટલો પાગલ બની ગયો હતો કે તેને પરિણીતા પર જ્વલનશીલ પાદર્થ નાંખી તેને આગ ચાંપી દીધી હતી. હાલમાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતીમાન કરી દીધા છે. વધારે માહિતી પરણિતાના નિવેદન અને આરોપીની ધરપકડ બાદ જ બહાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન