રાજકોટમાં પરિણીતા સાથેના પ્રેમ સબંધમાં પતિ વિફર્યો, છરી ઝીંકી હત્યાનો પ્રયાસ - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટમાં પરિણીતા સાથેના પ્રેમ સબંધમાં પતિ વિફર્યો, છરી ઝીંકી હત્યાનો પ્રયાસ

રાજકોટમાં પરિણીતા સાથેના પ્રેમ સબંધમાં પતિ વિફર્યો, છરી ઝીંકી હત્યાનો પ્રયાસ

 | 8:24 pm IST

રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં નોકરી કરતાં મોરબીના વતની વિજય પોલાભાઈ બારૈયા નામના યૂવક પર વીછીંયાના છાસીયા ગામના નિલેષ કોળી નામના શખસે છરી વડે ખૂની હૂમલો કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યાની ઘટના લોધીકા પોલીસમથકે નોંધાઈ છે.

પોલીસના સુત્રોની વિગતો મુજબ વિજય મેટોડામાં કારખાનામાં કામ કરે છે. હુમલાખોર નીલેષ પણ તેની સાથે જ કામ કરે છે. જે તે સમયે નિલેશની પત્ની સાથે આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયા હતા. હુમલાખોરની પત્ની વિજય સાથે ફોનમાં વાતચીત કરતી હોય જે બાબતે નિલેશને ખ્યાલ પડી જતાં વિજયને બોલાવ્યો હતો અને છરીના ઘા ઝીંકી દીધા હતા. બનાવ અંગે વિજયના ભાઈ જીતેન્દ્રએ આરોપી નિલેશ સામે ફરિયાદ નોંધાવી હતી.